Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બાકી. તેમ આપણને સંતોષ ખરો ? : આટલા ગુણો મેળવ્યા, હવે આટલા બાકી.
એટલા ગુણો તો મેળવી જ લો, જેથી સંતોષ થાય : હવે તો મોક્ષ મળી જ જશે.
આજે જે ગુણો આપણી પાસે છે, એનાથી મોક્ષ મળી જશે, એવો આત્મવિશ્વાસ ખરો ? સાત નયો આપણા માઈલસ્ટોન છે. તે આપણામાં ક્રમશ : કેટલું સિદ્ધત્વ પ્રકટ્યું છે તે બતાવનારા છે.
સંગ્રહનયથી આપણને ભાળ મળે છે : અંદર પરમ તત્ત્વનો ખાનો છૂપાયેલો છે. તમને ખબર પડી જાય કે અંદર ખાનો છે તો તમે બેસી રહો કે ખોદ-કામ શરૂ કરો ?
હમણાં વઢવાણમાં એક ભાઈએ સ્વપ્ન સંકેત અનુસાર નીચે જિનાલય છે, એમ સમજીને ઘરમાં ખોદવાનું શરૂ કર્યું છે. '
સ્વપ્ન તો કદાચ કલ્પનાજન્ય પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે, આપણી અંદર સિદ્ધત્વનો ખજાનો પડ્યો છે, એમાં કોઈ કલ્પના નથી, વાસ્તવિક્તા છે.
* “કરણ”માં વીર્યશક્તિનું પ્રાબલ્ય હોય છે. એટલી વીર્યશક્તિ હોય છે કે ક્ષણે-ક્ષણે આત્મા કેટલાય કર્મોની નિર્જરા કરતો રહે છે.
વીર્ય, પરાક્રમ, ઉત્સાહ, સામર્થ્ય, શક્તિ આ બધા આત્મશક્તિના ઉલ્લાસના પ્રકારો છે. એ બધાથી કર્મો અલગ-અલગ પ્રકારે નષ્ટ થાય છે. આ બધાનું વર્ણન ધ્યાન-વિચારમાં કરેલું છે.
દા.ત. ઉત્સાહથી કર્મો ઊંચે ઊછળે છે ને પછી પટકાઈને ખરી પડે છે. સુથાર લાકડું કાપે, ધોબી કપડા ધુએ, બધાની પદ્ધતિ અલગ તેમ અહીં પણ વીર્ય, પરાક્રમ આદિની પદ્ધતિ અલગ-અલગ છે.
કર્મ સાહિત્ય પહેલા મને શુષ્ક લાગતું હતું, પણ ધ્યાન-વિચાર વાંચ્યા પછી કર્મ-સાહિત્યને જોવાની દૃષ્ટિ જ બદલાઇ ગઇ. કર્મસાહિત્યમાં પણ ધ્યાનના બીજો પડેલા છે, તે ધ્યાન-વિચાર દ્વારા સમજાયું. ધ્યાન-વિચાર ગ્રંથ ૧૦ વર્ષ પહેલા બહાર પડ્યો છે. કેટલાયે વાંચ્યો ?
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૦