Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વચ્ચેની અહંકારની દિવાલ તૂટી જાય તો અરિહંત ને આપણે એક જ છીએ.
આપણે માનીએ છીએ : હું એટલે શરીર. ભગવાન માને છે ? જગતના સર્વ જીવોમાં હું છું. ભગવાનની વિરાટ ચેતના છે. આપણી વામન. જો આપણી વામન ચેતના વિરાટમાં ભળી જાય તો? પાણીનું ટીપું સાગરમાં ભળે તો ટીપું સ્વયં સમુદ્ર બની જાય. આપણો અહં
ઓગળી જાય છે, જ્યારે આપણે પ્રભુમાં એકાકાર બની જઈએ છીએ. પછી આપણું અસ્તિત્વ રહેતું જ નથી.
“જબ તું થા તબ મેં નહિ, મેં થા તબ પ્રભુ નાંય; પ્રેમગલી અતિ સાંકરી, તા મેં દો ન સમાય.”
– કબીર.
આધુનિક યુગની સાત ગેરસમજ (૧) ટેકનોલોજીથી કુદરતને નાથી શકાશે. (૨) માણસને પશુ જ ગણો, જેથી તેના ભૌતિક
આનંદની અમર્યાદ ઝંખના સંતોષવામાં કોઈ
બાધા નહિ. (૩) માણસ પશુ છે માટે યંત્ર છે. (અલબત્ત જીવતું
યંત્ર) (૪) માણસમાં કામવૃત્તિ જ મુખ્ય છે, એટલે તેને
સંતોષવી એ જ મુખ્ય કાર્ય છે - ફ્રોઈડ (૫) પ્રકૃતિને ગુલામ કરી તેનો ગમે તેટલો ઉપભોગ
કરી શકાય. (૬) હવે માણસ ટેકનોલોજીની આડપેદાશ છે. માટે
તેને વળી તત્ત્વજ્ઞાન કેવું ? (૭) ભગવાન મરી પરવાર્યો છે. ફાવે તેમ જીવો.
કહ્યું
ક્લાપૂર્ણસૂરિએ ૧૧૯