Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
માટે જ આરાધનાના ત્રણ સૂત્રમાં દુષ્કૃત-ગ, સુકૃતઅનુમોદના અને “શરણાગતિ' ગોઠવેલા છે.
દોષ આપણા આત્માને મલિન બનાવે છે. ગુણો આપણા આત્માને નિર્મળ બનાવે છે. દા.ત. ક્રોધનો આવેશ હોય છે ત્યારે ચિત્ત ડહોળાયેલું હોય
ક્ષમા હોય છે ત્યારે ચિત્ત પ્રસન્ન હોય છે.
ગુણ હંમેશા ચિત્તને પ્રસન્ન અને પ્રશાંત જ બનાવે છે. દોષ હંમેશા ચિત્તને સંક્લિષ્ટ, ભયભીત અને ચંચળ જ બનાવે. આવો પ્રત્યક્ષ અનુભવ હોવા છતાં ગુણ માટે પ્રયત્ન ન કરીએ તો થઈ રહ્યું !
* દુન્યવી કોઈપણ સુખ, દુઃખથી મિશ્રિત જ હોય, માટે જ જ્ઞાનીઓ એને સુખ ન કહેતાં, દુઃખનું જ બીજું નામ કહે છે. વિષમિશ્રિત ભોજનને ભોજન કેમ કહેવાય ? એને તો વિષ જ કહેવું પડે.
બેડી ચાહે સોનાની હોય કે લોઢાની. બંધનમાં કોઈ ફરક નથી પડતો. પુણ્યથી મળતું સુખ પણ દુઃખની જેમ બંધનરૂપ જ છે.
દુઃખ તો હજુ સારું, ભગવાનને યાદ તો કરાવે, પણ સુખ તો ભગવાન તો ઠીક પડોશીને પણ ભૂલાવી દે.
સંપૂર્ણ આત્મસુખ સિદ્ધ ભગવંતોને પ્રાપ્ત થયેલું છે. એમને સાચા સુખના સમ્રાટું કહી શકાય.
* ગુણ-પર્યાયમાં શો ફરક ? સમાવિનો ગુI: ' “માવિનઃ પર્યાય: I' સદા સાથે હોય તે ગુણ. ક્રમે ક્રમે આવે તે પર્યાય !
ભગવાનના દરેક ગુણો શક્તિરૂપે આપણી અંદર પણ પડેલા જ છે. ભગવાનમાં એ વ્યક્તિરૂપે છે. શક્તિરૂપે રહેલા ગુણો વ્યક્તિરૂપે કરવા એ જ સાધનાનો સાર છે. એકની રકમ રોકડ છે. બીજાની રકમ ઉધારીમાં છે. સિદ્ધોનું ઐશ્વર્યા રોકડું છે. આપણું
૧૨૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ