Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* આગળ બેસવાની જેટલી પડાપડી કરો છો, તેટલી જ પડાપડી - તેટલી જ ઉતાવળ જો સાંભળેલું જીવનમાં ઉતારવા માટે કરો તો કામ થઈ જાય.
* “કમ ખાના, ગમ ખાના, નમ જાના....' આ ત્રણ વાત યાદ રાખજે. ઘણી આપત્તિઓથી બચી જશો.
છ સ્થાનોમાં છ આવશ્યક (૧) આત્મા છે ? પ્રત્યાખ્યાન મારું નથી તેનો ત્યાગ.
પચ્ચકખાણ ત્યારે જ લેવાય, જ્યારે શેષ બચી રહેલી
વસ્તુ (આત્મા)ની શ્રદ્ધા હોય. (૨) આત્મા નિત્ય છે : કાયોત્સર્ગ : કાયાના ઉત્સર્ગ
(ત્યાગ) પછી બચે છે તે નિત્ય છે. (૩) આત્મા કર્મનો કર્તા છે : પ્રતિક્રમણ : પાપથી પાછા
હટવું. પોતે કરેલા કર્મ ભોગવવા જ પડે છે. માટે
પ્રતિક્રમણ દ્વારા પાપથી પાછા પોતાને જ ફરવું પડે. (૪) આત્મા કર્મનો ભોક્તા છે : ગુરુ-વંદન
જેમ ગુરુ ભગવંત પોતાના સ્વરૂપના ભોક્તા છે, તેમ તે જ વંદન, વંદન કરનારને સ્વરૂપનું ભોક્તાપણું આપે. અથવા ગુરુવંદન કર્મના ભોગવટામાંથી
છુટકારો આપે. (૫) મોક્ષ છે ઃ ચતુર્વિશતિસ્તવ (લોગસ્સ) :
સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ = સિદ્ધો મને મોક્ષ આપે.
સિદ્ધને નમસ્કાર તો જ થઈ શકે જો મોક્ષ હોય. (૬) મોક્ષનો ઉપાય છે : સામાયિક = સમતા :
સમતાથી કર્મનો ક્ષય, કર્મક્ષયથી નિર્જરા. નિર્જરાથી મોક્ષ. સમતા એ મોક્ષનો ઉપાય છે.
૧૩૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ