Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ગઇ. ગોચરી-પાણી-સંથારો વગેરે આવડી ગયું, પછી ભણવાની જરૂર શી ? એમ આપણે માની લીધું.
શ્રાવકો પણ માત્ર પંડિત થવા જ ભણે છે. આત્માના લક્ષપૂર્વક ભણનારા કેટલા ?'
“દ્રવ્યક્રિયારુચિ જીવડા રે, ભાવધર્મ રુચિ હીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે લોક નવીન ?”
- પૂ. દેવચન્દ્રજી. સારામાં સારું ભોજન હોય, પણ અંદર રુચિ ન હોય તો ? સારામાં સારું તત્ત્વ હોય પણ અંદર પ્રેમ ન હોય તો ?
આચાર્ય-પઠ * લાકડીઆ [ વિ. સં. ૨૦૨૮] માં ૧૦ પન્નાની વાચના હતી. સમાધિ-પન્નામાં સૌ પ્રથમ કહ્યું : તે પૂજ્ય આચાર્યોને નમસ્કાર હો, જેઓ અરૂપી સિદ્ધોને આપણને અહીં બતાવે છે. નહિ તો કોણ બતાવે આ પદાર્થો ?
અરિહંતોએ માર્ગ બતાવ્યો, પણ અહીં સુધી એ માર્ગને પહોંચાડનાર કોણ ? પૂ. આચાર્ય ભગવંતો.
આચાર્યોમાં ગુણ કેટલા? માત્ર ૩૬ નહિ. માત્ર ૩૬ ૪ ૩૬ = ૧૨૯૬ પણ નહિ. તેને લાખો ક્રોડોવાર તમે ગણો તેટલા ગુણો આચાર્યમાં છે,એમ ચંદાવિઝય પયજ્ઞામાં આવ્યું.
* અરિહંત, સિદ્ધને નમસ્કાર કરવા જેટલું જ ફળ આચાર્યને નમસ્કાર કરવામાં છે.
* પૂ. મલવાદીસૂરિજીનું નામ જ એવું હતું કે સાંભળતાં જ કુવાદીઓ ભાગી જતા. માટે જ કહ્યું : “પૂરી દૂરીવશુરાહા'
* નવે નવ પદો આખરે આત્માને જાણવા, પામવા માટે જ છે, એ કદી ભૂલવું નહિ. અરિહંતોને પૂજા નથી જોઈતી. આચાર્યોને તમારા વંદન નથી જોઈતા, પણ તેઓ તમને પોતાના જેવા બનાવવા માંગે છે. માટે જ આટલો ઉપદેશ છે.
૧૩૪ જે કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ