Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
ચૈત્ર સુદ-૧૩ ૧૬-૪-૨૦૦૦, રવિવાર
* જ્યારે પણ મોક્ષ થવાનો ત્યારે પંચ પરમેષ્ઠીની ઉપાસના દ્વારા જ્ઞાનાદિની પૂર્ણતાવડે જ થવાનો ! મોક્ષાભિલાષી આપણે બન્યા હોઈએ, મુક્ત બનવાની ઈચ્છાવાળા મુમુક્ષુ [ મુક્ત થવાની ઇચ્છાવાળો હોય તે જ મુમુક્ષુ કહેવાય.] હોઇએ તો પંચ પરમેષ્ઠીની ઉપાસના અને રત્નત્રયીની સાધનામાં લાગી જ જવું જોઇએ.
જે કારણથી કર્મ બંધાયા છે, તેનાથી વિપરીત કારણોના સેવનથી મોક્ષ-માર્ગે આગળ વધાય છે. મિથ્યાત્વાદિ કર્મબંધનના કારણ છે, તો સમ્યકત્વ, વિરતિ [ચારિત્ર] વગેરે કર્મ-નિર્જરા અને સંવરના કારણો છે.
* પંચાચાર મુક્તિનો માર્ગ છે. એ માર્ગ બતાવે તે આચાર્ય ! આચાર્યને નમવાથી આચાર પાળવાની અને પળાવવાની શક્તિ પ્રગટે
આવા આચાર્યોના દર્શન માત્રથી, નામ-શ્રવણ માત્રથી લોકો અનેક જન્મોના પાપો ખપાવે.
* આચાર્યને શ્રી સંઘનો આટલો ભાર હોય તો ટાઇમ શી રીતે મળે ? ટાઈમ બગાડનારા છાપાઓ, વિકથાઓ, ઈત્યાદિથી આચાર્ય દૂર જ રહે. સદા અપ્રમત્ત રહે. મન અકલુષિત રાખે.
કહ્યું.
લાપૂર્ણસૂરિએ છે ૧૩૦