Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
છે ? તારે કેટલા ગુણ જોઈએ છે, તે વાત કર.
ભગવાન પોતાના ભક્તને કાયમ ભક્ત નથી રાખવા માંગતા, ભગવાન બનાવવા માંગે છે.
* સામાયિકમાં રહેલા શેઠનું ધ્યાન જોડામાં હતું આથી નવોઢા પુત્રવધૂએ કહી દીધું : શેઠજી મોચીવાડે ગયા છે.
આપણું મન હોય છે, ત્યાં આપણે હોઇએ છીએ. જો એ મનને અરિહંતમાં જોડી દઈએ તો અમુક અપેક્ષાએ અરિહંત બની જઇએ.
આપણું ધ્યાન આખો દિવસ શરીરમાં જ પ્રાય: હોય છે. પણ આ શરીર તો ભાડાનું મકાન છે. એને અહીં જ છોડીને જવાનું છે.
આપણું સ્વરૂપ તો ઉપયોગમય છે. જ્યાં જ્યાં ઉપયોગ ત્યાં ત્યાં આત્મા ! જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં ઉપયોગ ! ઉપયોગ અને આત્મા અભિન્ન છે, બન્નેની અભિન્ન વ્યાપ્તિ છે. જ્યાં ધૂમાડો હોય ત્યાં આગ હોય પણ આગ હોય ત્યાં ધૂમાડો ન પણ હોય, પણ અહીં એવું નથી, બન્ને એકબીજા વિના હોઇ જ ન શકે.
સિદ્ધપદ * સંસારી જીવ બીજી ગતિમાં જાય છે ત્યારે કાર્પણ – તૈજસ શરીર સાથે હોય છે. કેદીને બીજી કેદમાં લઈ જવામાં આવે ત્યારે સાથે મજબૂત ચોકીદાર હોય ને ! તેમ અહીં પણ કાર્મણ-તૈજસ ચોકીદાર છે. જીવ ક્યાંય છટકે નહિ ! પણ જીવ જ્યારે મોક્ષમાં જાય ત્યારે સાથે કામણ-તૈજસ વગેરે કાંઈ જ હોતું નથી. શુદ્ધ આત્મા મોક્ષે પહોંચી જાય છે. સંસારની કેદમાંથી ત્યારે છૂટકારો થાય.
૧૪મા ગુણઠાણે પહોંચ્યા સિવાય કોઈ જીવ સિદ્ધિગતિએ જઈ ન શકે. ૧૪મું ગુણઠાણું એક લીફટ જ સમજી લો, જેના પર બેસનારો સીધો જ લોકાગ્રભાગે પહોંચી જાય. | * પૂર્વપ્રયોગ, ગતિપરિણામ, બંધન છેદ અને અસંગ આ ચાર ઉદાહરણો આત્મા લોકાગ્રભાગે શી રીતે પહોંચે છે ? તે સમજાવવા દર્શાવવામાં આવ્યા છે.
૧૩૦ જ કહ્યું
ક્લાપૂર્ણસૂરિએ