Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
ચૈત્ર સુદ-૧૧ ૧૪-૪-૨૦૦૦, શુક્રવાર
* શાશ્વતગિરિની છાયામાં શાશ્વત ઓળીનો પ્રસંગ ! ખરેખર અભુત સમન્વય થયો છે; ઉત્તમ પદાર્થોનો !
આપણું ધ્યાન જો નવપદમાં લાગી જાય તો કામ થઈ જાય. બીજી આરાધનામાં શ્રાવકો હકદાર ન પણ હોય, પરંતુ નવપદની આરાધનાનો હકદાર ચતુર્વિધ સંઘ છે. નવપદના આલંબનથી આત્માના શુદ્ધ સ્વરૂપ સુધી પહોંચવાનું છે.
* દિવસમાં ૪ વાર સઝાય ૭ વાર ચૈત્યવંદન પ્રત્યેક સાધુસાધ્વીજી માટે ફરજિયાત છે. આ જ ધ્યાનની પૂર્વભૂમિકા છે.
* પોતાની જ અનુકૂળતાનો વિચાર તે આર્તધ્યાન. તે નિમિત્તે બીજાને પીડા આપવાનો વિચાર તે રૌદ્રધ્યાન છે.
જેણે શ્રાવક-જીવનમાં જયણાપૂર્વક પાલન નથી કર્યું, તે અહીં આવીને જયણા પાળશે, એમ માનશો નહિ. માત્ર બુદ્ધિ નહિ જોતા, મુમુક્ષુમાં આરાધક ભાવ, દયાભાવ કેટલો છે ? તે જોશો.
* કોઈ ગ્રાહક તમારી દુકાનના માલની પ્રશંસા જ કર્યા કરે, જરાય ખરીદે નહિ, તેને દુકાનદાર કહેશે : “તારે માલ લેવો છે કેટલો ? તે બોલને ! ભગવાનના આપણે ગુણ-ગાન ગાઈએ છીએ. ભગવાન કહે
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૨૯