Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ઉધારીમાં ફસાઈ ગયેલું છે. કર્મસત્તાએ એ ઐશ્વર્ય દબાવી દીધું છે.
પાંચ ઇન્દ્રિયોના સુખ ખાતર આપણે આત્માનું સંપૂર્ણ સુખ મોહ-રાજાને ત્યાં ગીરવે મૂકી દીધું છે. એક દિવસના આનંદ માટે અનંતગણું દુઃખ સ્વીકારી લીધું ! “gરૂદ્ર ! ફિર દરરોજ રોના !'
* આપણી અંદર ઐશ્વર્ય પડેલું છે, એ વાત ભૂલી જઇએ છીએ, માટે જ આપણે દીન-હીન બની જઈએ છીએ. | * પાંચ પ્રતિક્રમણ જરૂરી છે તેમ સાત નય, સપ્ત ભંગી, દ્રવ્ય-ક્ષેત્રાદિ, સ્યાદ્વાદ વગેરેનું જ્ઞાન પણ જરૂરી છે. આથી આપણી શ્રદ્ધા વધે. ભગવાન પર પ્રેમ વધે. જૈનદર્શન પામ્યા પછી પણ સ્યાદ્વાદ શૈલી ન સમજીએ તો આપણે કેવા કહેવાઇએ ?
* સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ, સ્વભાવથી સિદ્ધોની સંપત્તિ પ્રગટ છે, સાધુ એ સંપત્તિ પર શ્રદ્ધા ધરાવી સાધના કરે છે. સિદ્ધ અને સાધુમાં આટલો ફરક છે.
માટે જ સાધુના મનરૂપી માનસરોવરમાં હંસરૂપે રમી રહેલા સિદ્ધોને અહીં પ્રણામ કરવામાં આવ્યા છે.
સ્વદ્રવ્યાદિને સમજવા તો અલગ પાઠ જ જોઈએ. અત્યારે આપણે શ્રોતા જ છીએ, વિદ્યાર્થી નથી બન્યા. વિદ્યાર્થી બનવામાં પાઠ પાકો કરવો પડે.
* આપણામાં આઠેય કર્મો છે. એ શું કામ કરે છે ? નવરા તો બેસે નહિ. એમનું કામ છે : આપણા આઠેય ગુણોને રોકવાનું ! આપણે કર્મોને તો યાદ રાખ્યા, પણ ગુણોને ભૂલી ગયા. કર્મો ગણતા રહ્યા, પણ ગુણ અંદર પડેલા છે, તે ભૂલી ગયા.
આપણા ગુણો અંદર પડેલા છે, પણ ઢંકાયેલા છે, એમને પ્રગટ કરવા હોય તો જેમના પ્રગટ થયેલા છે, એમનું શરણું લેવું પડે !
પ્રભુને ધ્યેયરૂપે બોલાવવા પડે. . “તમે ધ્યેયરૂપે ધ્યાને આવો, શુભવીર પ્રભુ કરુણા લાવો.”
કહ્યું કલાપૂર્ણસૂરિએ જે ૧૨૦