Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ઘણું છે. તરસ્યો માણસ મરવાની અણી પર હોય, પાણી વિના તરફડતો હોય... ત્યારે પાણી માટે કેવો પોકારે? એ રીતે જો આપણે પ્રભુને પોકારીએ તો પ્રભુ મળે જ. પણ આટલી તડપન ક્યાં છે ? નક્કી કરો : પ્રભુ દર્શન વિના મરવું નથી જ. આવું પ્રણિધાન હશે તો પણ કામ થઈ જશે.
પ્રણિધાન એટલે દઢ સંકલ્પ ! દઢ સંકલ્પ હોય ત્યાં પ્રવૃત્તિ થાય જ. વિષ્ણજય પણ થઈને જ રહે. મુખ્ય સવાલ છે : પ્રણિધાનનો, દઢ સંકલ્પનો ! આપણો સંકલ્પ જ ઢીલો હોય તો સિદ્ધિ ન જ મળે.
* ““હું જ્ઞાની થયો. હું જાતે જ ભણ્યો. મેં જ મારા શ્રમથી આ બધું ઊભું કર્યું.” ભક્તની આવી ભાષા ન હોય. એ તો પ્રત્યેક પ્રસંગે ભગવાનને યાદ કરે જ. જૈનદર્શન ભલે ઈશ્વરકર્તુત્વ નથી માનતું, છતાં ભક્તિ માને છે, કૃપા પદાર્થને માને છે. આ પદાર્થો બરાબર સમજવા હોય તો “લલિત વિસ્તરા” ગ્રન્થ જરૂર વાંચજો. ભક્તિ શું ચીજ છે ? તે સમજાશે.
* સાપને જો ઘરમાં ન રખાય તો આત્મામાં દોષો શી રીતે રખાય ? સાપ તો એક જન્મના જ પ્રાણ લે. પાપ તો ભવ-ભવના પ્રાણ લઈ લે. આવા પાપો ભલે અનાદિકાળના હોય. એને કાર્યો જ છૂટકો ! એના માટે “શરણાગત વત્સલ ન બનાય.
અઢાર પાપ માટે સંથારાપોરસીમાં શું બોલીએ છીએ ?
“મુવશ્વમથાલંસ - વિમૂગાડું” મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનારા આ ૧૮ પાપો જ છે. આ પાપને આપણે મિત્રો માની લીધા !
ભગવાને એમને ઓળખી લીધા ને પાપો પ્રત્યે ક્રૂર બનીને તૂટી પડ્યા. ભગવાન “પુરુષસિંહ' છે. આ વિશેષણમાં ભગવાનનું સિંહત્વ આ જ રીતે ઘટાવ્યું છે.
બીજાના પાપો જોવા આપણે સહસ્રલોચન છીએ, પોતાના પાપો જોવા આપણે એકાક્ષ પણ નથી, સાવ જ આંધળા છીએ. બીજાના અછતા પાપ પણ દેખાય છે, પોતાના છતા પાપ પણ દેખાતા નથી ! આ દોષમાંથી ભગવાન જ બચાવી શકે !
કહ્યું કલાપૂર્ણસૂરિએ જે ૧૨૫