Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
ચૈત્ર સુદ-૧૦ ૧૩-૪-૨૦૦૦, ગુરુવાર
* જેમના સ્મરણ માત્રથી પણ આપણું સુખ વધતુ જાય તે વર્ધમાન સ્વામી... ! જેટલો પ્રભાવ તેમનો તેટલો જ પ્રભાવ તેમના નામનો પણ છે. નામ-નામીનો અભેદ છે. અત્યારે આપણી પાસે સાક્ષાત ભગવાન નથી, ભગવાનનું નામ, મૂર્તિ અને આગમ વગેરે જ છે. આપણું હૃદય ભક્ત બને તો આ બધાના માધ્યમથી પણ પ્રભુ સાથે સંબંધ જોડી શકે.
मन्त्रमूर्तिं समादाय, देवदेवः स्वयं जिनः । सर्वज्ञः सर्वगः शान्तः, सोऽयं साक्षाद् व्यवस्थितः ॥
પારણામાં રડતું બાળક શાંત થઈ જાય છે, જ્યારે મા દોરીથી પારણું હલાવે છે. ' નામની અને મૂર્તિની દોરીથી આપણે પણ ભગવાન સાથે સંબંધ બાંધી શકીએ છીએ, એવી શ્રદ્ધા આજે પણ ચતુર્વિધ સંઘમાં છે. આથી જ હજારો માણસો અહીં આવે છે.
શ્રદ્ધા વિણ કુણ ઈહાં આવે રે...?'
* પ્રભુનું દર્શન એટલે વિશ્વ-દર્શન, આત્મ દર્શન, સમ્યમ્ દર્શન...! આ દર્શન પણ મળી જાય તોય બેડો પાર ! ભલે દર્શન ન મળ્યું હોય, માત્ર એની પિપાસા જાગે તો પણ
૧૨૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ