Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ચંડકૌશિકને પોતાના ગુસ્સાની ક્યાં ચિંતા હતી ? ભગવાન મહાવીર દેવને હતી.
* પ્રભુ પર પ્રેમ છે કે નહિ ? એની નિશાની કઈ ? બીજા, બીજા [ શરીર, શિષ્ય, ઉપધિ, મકાન વગેરે ] પદાર્થો પર પ્રેમ વધુ કે પ્રભુ પર પ્રેમ વધુ ? એમ મનને પૂછી લેજો. - પ્રભુ પર જેવો પ્રેમ હોય તેવો પ્રેમ બીજા કોઈ પદાર્થમાં ન હોય, તે જ પ્રીતિ અનુષ્ઠાન કહેવાય. પ્રીતિ અનુષ્ઠાન મજબૂત થયા પછી જ ભક્તિ, વચન અને અસંગયોગ પ્રગટી શકે. વચનનું આરાધન આપણામાં [ હું પણ સાથે ] નથી દેખાતું તેનું કારણ પ્રભુ-પ્રેમની આપણામાં ખામી છે.
પ્રભુ-પ્રેમ માટે પ્રયત્ન કરવાનો ઉપાય આ છે : બીજી બીજી વસ્તુઓ પરથી પ્રેમ ઘટાડતા જવું !
* આત્મા કોણ ? આપણી અંદર રહેલા જ્ઞાન, શ્રદ્ધા, ક્રિયા વગેરે ગુણો એ જ આત્મા છે. આત્મા, ગુણો દ્વારા જણાય.
વિશ્વાસ રાખો (૧) ભગવાનની ભક્તિ પર. (૨) આત્માની શક્તિ પર. (૩) શુદ્ધ આચારની અભિવ્યક્તિ પર.
સ્ટે વો પાંવ.... ટૂટે વો પાંવ જિસકો ન તેરી તલાશ હો, ફૂટે વો આંખ જિસકો ન હો જુસ્તજૂ તેરી; વો ઘર હો બેચિરાગ જહાં તેરી જૂ ન હો, વો દિલ હો દાગ જિસમેં ન હો આરજૂ તેરી.
– મુનશી દુર્ગાસહાય
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૨૩