Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ઉત્તર : બીજી પ્રક્રિયાની પછી વાત ! પણ મુખ્ય વાત છે ? અરિહંત પર પ્રેમ પ્રગટાવો ! પ્રભુ મળે તો પ્રેમથી મળે. પ્રેમ ન હોય તો કોઈ પ્રક્રિયાથી કશો દહાડો ન વળે.
જુઓ...પૂ. ઉપા. યશોવિજયજી કહે છે : પ્રગટ્યો પૂરણ રાગ મેરે પ્રભુ શું.”
અક્ષય-પદ દીયે પ્રેમ જે, પ્રભુનું તે અનુભવ રૂપ રે...' પ્રભુનો પ્રેમ એટલે એમના ગુણોનો પ્રેમ.... ને આગળ વધીને કહું તો આપણા જ આત્માના ગુણોનો પ્રેમ !
અનાદિકાળથી પગલાદિના પ્રેમને તોડી પ્રભુ સાથે પ્રેમ જોડવો, એ જ સૌથી પહેલું ચરણ છે.
પ્રેમીનો પત્ર, અક્ષર કે નામ સાંભળતાં – વાંચતાં બીજો પ્રેમી કેટલો રાજી થાય ? તેમ પ્રભુનું નામ, આગમ આદિ સાંભળતાં જ જો તમે રાજી-રાજી થઈ જતા હો તો તમે ધ્યાનના અધિકારી છો, અરિહંતની કૃપાના પાત્ર છો.
તમે પ્રભુ સાથે પ્રેમ કરવા માંગતા હો તો પૂ. યશોવિજયજી, પૂ. દેવચન્દ્રજી, પૂ. આનંદઘનજીની ચોવીશી તથા પૂ. માનવિજયજીની પણ ચોવીશી પાકી કરો. પદ્મ-રૂપ વિજયજી પણ એ જ પરંપરાના છે. પૂ. વીરવિજયજીની કૃતિ પણ હૃદયંગમ છે. જેને રુચિ હોય, તેને ક્યાંકથી મળી જ જાય !
મને તો આ નવપદોની ઢાળોમાંથી પણ અત્યારે પણ મળી રહ્યું છે. તમારા માધ્યમથી ભગવાન જાણે મને જ આપી રહ્યા છે, એમ મને લાગે છે.
* સ્તવનો તો પ્રભુ સાથે કરવાની વાતો છે, એમ પછી પ્રિભુ સાથે પ્રેમ થયા પછી ] લાગશે. એક સ્તવનના પુસ્તકનું નામ “પ્રભુ સાથે એકાંતમાં કરવાની વાતો' રાખવામાં આવેલું. નામ વિચિત્ર લાગશે, પણ ખરું છે. સ્તવનો એ પ્રભુ સાથે કરવાની વાતો જ છે.
* જેને આત્માનો સાચા અર્થમાં અનુભવ થયો હોય તે કદી પ્રભુનો વિરોધી ન હોઈ શકે, તેને ક્રિયાકાંડ આદિ અનાવશ્યક ન
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૨૧