Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
લાગે. કોલેજના વિદ્યાર્થી કદી બાળપોથી કે પેલી કે બીજીનો વિરોધી ન હોય.
ભુજમાં એક ભાઈ આવેલા. મારી પાસે રહેલું જ્ઞાનસારનું પુસ્તક જોઈને તેમણે કહ્યું : આ જ્ઞાનસારનો પહેલા મેં ખૂબ અભ્યાસ કર્યો. હવે જરૂરી નથી લાગતું. એનાથી આગળની ભૂમિકા મળી ગઈ છે.
એ ભાઈ વિપશ્યનાની શિબિરમાં ગયેલા. આને આત્માનુભૂતિનો ભ્રમ કહેવાય. સાચી અનુભૂતિ આવી ન હોય.
* પૂ. આનંદઘનજીને પ્રભુ-દર્શનની તલસાટ લાગી હતી :
દરિસણ... દરિસણ રટતો જો ફિરું તો રણરોઝ સમાન...” આ પંક્તિમાં એમની પ્રભુ-વિરહની વેદના દેખાઈ રહી છે.
પ્રભુના વિરહ વિના પ્રભુ મિલન કદી ન થાય. આપણને પ્રભુનો વિરહ કદી લાગે છે ?
* સંસ્કૃત – પ્રાકૃત આદિનો અભ્યાસ છૂટી જતાં પૂર્વાચાર્યો સાથેનો સંપૂર્ણ સંબંધ છુટી ગયો. આથી આપણે સાધનાથી દૂર થઈ ગયા. ખાઈ, પીને મજા કરવી, આને સાધુ-જીવન કહેવાય ? તમને આ બરાબર લાગે છે ?
પ્રશ્ન : પ્રભુનો પ્રેમ પ્રયત્નથી પ્રગટે કે સહજપણે પ્રગટે ? ઉત્તર : બન્ને પ્રકારે પ્રભુનો પ્રેમ પ્રકટે : “
નિધિમાલ્ વા ? સહજપણે અને પ્રયત્નથી પણ પ્રગટે. સમ્ય દર્શન એ પ્રભુ-પ્રેમ જ છે. અનુમોદનાની અને આશ્વાસનની ભાષામાં કહું તો તમને બધાને પ્રભુ-પ્રેમ પ્રગટેલો જ છે. જે ન પ્રગટેલો હોત તો અહીં આવ્યા જ ન હોત, મને સાંભળતા જ ન હોત. પણ હજુ એ પ્રેમ પૂરો નથી.
પ્રભુ એટલે આખરે તો આપણો જ આત્મા ! પ્રભુ-પ્રેમ એટલે આપણા જ આત્માનો પ્રેમ !
* પ્રભુ જેટલી આપણી ચિંતા રાખે છે, તેટલી આપણે સ્વયં પણ આપણી ચિંતા નથી રાખતા. આગળ વધીને કહું તો, ગુરુને જેટલી ચિંતા છે, તેટલી આપણને ખુદને આપણી ચિંતા નથી.
૧૨૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ