Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કર્યા પછી ૧૨-૩૦ વાગ્યા છતાં ભૂખનું કોઈ જ સંવેદન નહિ . આવો પ્રભુનો પ્રભાવ પ્રત્યક્ષ દેખાય છતાં હું જાહેર ન કરું તો ગુનેગાર ગણાઉં.
* અંદર બેઠેલો સિદ્ધ સ્વરૂપી આત્મા જાગેલો ન હોય ત્યાં સુધી સિદ્ધ ગિરિરાજની સ્પર્શનાનો અનુભવ નહિ થાય. જો એમ થતું હોત તો ડોલીવાળાઓનું સૌ પ્રથમ કામ થઈ જાય.
* સંગ્રહનયથી આપણે સિદ્ધ છીએ એ વાત ખરી, પણ વ્યવહારમાં આ ન ચાલે. ઘાસમાં ઘી છે, એ વાત ખરી, પણ ઘાસને કાપો કે બાળો તો ઘી મળે ખરું? એટલે જ આ કક્ષામાં તમે તમારી જાતને સિદ્ધ માની લો ને “સોડહં' ની સાધના પકડીને ભગવાનને છોડી દો તો ચાલે ? સાધનાના પ્રારંભ માટે સૌ પ્રથમ ભગવાન જોઇએ. “સોડહં” નહિ, “દાસોડહંની સાધના જોઇએ.
સંગ્રહનયથી સિદ્ધ છીએ, એટલું જાણીને બેસી નથી રહેવાનું, પણ એવંભૂત નયથી સિદ્ધ બનવાની ભાવના રાખવાની છે. ઘાસ ગાય ખાય, દૂધ આપે, પછી ઘી બને, તેમ અહીં પણ ખૂબ-ખૂબ સાધના પછી સિદ્ધત્વ પ્રગટાવવાનું છે.
સંગ્રહનયથી સિદ્ધત્વ અંદર પડેલું છે, એટલી જાણ થાય તેથી હતાશા ખરી જાય, એટલું જ લેવાનું છે, આળસુ નથી બનવાનું ! હું સિદ્ધ જ છું, પછી સાધનાની જરૂર શી? એમ માનીને બેસી નથી રહેવાનું.
સંગ્રહનયની વાત પાત્રને આશા-ઉત્સાહથી ભરી દે, અપાત્રને આળસથી ભરી દે.
ઘાસમાં દૂધ છે તે સમુચિત શક્તિથી, [ શક્તિ બે પ્રકારે : સમુચિત શક્તિ અને ઓઘ શક્તિ ] પણ વ્યવહારમાં દૂધની જગ્યાએ તમે કોઈને ઘાસ આપો તો ન ચાલે. આપણું સિદ્ધત્વ વ્યવહારમાં ચાલે તેવું નથી.
* ચાલનારો કેટલા કિ.મી.ચાલ્યો, તે જાણીને સંતોષ માને : આટલું ચાલ્યા, હવે આટલું જ બાકી. વેપારી કેટલા રૂપીયા કમાયો તે જાણીને સંતોષ માને : આટલા રૂપીયા કમાયા, હવે આટલા
૧૦૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ