Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અત્યારે સૂતેલા છીએ ને બીજાને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
* સંસારનો વ્યુચ્છેદ શુદ્ધ ધર્મથી જ થાય, એમ પંચસૂત્રમાં લખ્યું છે. ધર્મ તો શુદ્ધ જ હોય ને ? એમ આપણે માની લઇએ છીએ. આચરણ દ્વારા ધર્મને શુદ્ધ બનાવવાનો છે. મિથ્યાત્વને ગાળીને જ ધર્મ શુદ્ધ બની શકે.
“અંદર રહેલું સિદ્ધત્વ જ મારે પ્રગટ કરવું છે, બીજું કશું જ મારે જોઇતું નથી.” આવી ભાવના હોય તો જ ધર્મ શુદ્ધ બની શકે. ધર્મ દ્વારા કીતિ આદિ ભૌતિક પદાર્થો પણ પામવાની ઇચ્છા હોય તો સમજવું ઃ ધર્મ હજુ શુદ્ધ બન્યો નથી.
- ભગવાન જેવું ઉત્તમ નિમિત્ત પામીને પણ જે આપણો આત્મા શુદ્ધ ન બને તો થઈ રહ્યું ! પૂ. દેવન્ચન્દ્રજી મ.ની આ વેદના આપણી વેદના બની જાય તો કેટલું સારું ?
આ બધું હું બીજાને જોવા નથી શીખવાડતો, જાતને જોવા માટે જ કહું છું. ફરી ફરીને આ વાત હું ભારપૂર્વક કહેવા માંગું છું.
પ્રભુને પામવાના ચાર સોપાન પ્રીતિયોગ : પ્રભુ પ્રત્યે અનન્ય પ્રેમ કેળવવો. ભક્તિયોગ : સર્વસ્વ સમર્પણની ભૂમિકાએ પહોંચવું. વચનયોગ : પ્રભુ-આજ્ઞાને જીવન-પ્રાણ સમજી તેનું
પાલન કરવું. અસંગયોગ : ઉપરના ત્રણેય યોગના ક્રમિક અને સતત
અભ્યાસથી એક એવી અવસ્થા આવે છે કે જેમાં આત્મા સર્વ સંગથી નિર્લેપ બની અનુભવ ગમ્ય અપરિમેય આનંદ પામવા લાગે છે.
– પૂ.આ.વિ.કલાપૂર્ણસૂરીશ્વરજી લિખિત મિલે મન ભીતર ભગવાન' પુસ્તકમાંથી
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૯