Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જાય તે પ્રીતિ
આવે? ફોન કંદર સૂચવે છે.
મન લાગી જાય તે પ્રીતિ અનુષ્ઠાન.
જ્યાં રુચિ હોય ત્યાં ઊંઘ આવે ? ફોન દ્વારા તમે મહત્ત્વની વાત સાંભળતા હો ત્યારે ઊંઘ આવે ? ઊંઘ અનાદરને સૂચવે છે.
ઈચ્છા ન હોવા છતાં ઊંઘ આવી જાય છે તે વાત ખરી, પણ તે માટે સાવધાની તો રાખવી જોઈએ ને ? સાવધાની પ્રબળ હોય તો ઊંઘ શાની આવે ?
* ભગવાન જન્મજાત યોગી છે. યમ-નિયમાદિનું પાલન કર્યા વિના જ પ્રભુને સહજ રીતે યોગ સિદ્ધ થયેલો હોય છે.
જન્મ થતાં જ પ્રભુને ત્રણેય ભુવનના ઈન્દ્રો અભિષેક કરે, પ્રણામ કરે, છતાં પ્રભુ ત્યારે પણ અલિપ્ત હોય. માન-સન્માનથી ફૂલાઈ ન જાય.
* “આંગી સારી છે.” એમ તમે કહો છો, પણ “ભગવાન સારા છે.” એમ લાગે છે ? આંગીના દર્શનાર્થે જાવ છો કે ભગવાનના દર્શનાર્થે ? જો કે આંગીનું દર્શન પણ અંતે તો ભગવાનના દર્શન તરફ જ લઈ જાય છે. કારણ કે આંગી પણ આખરે કોની ? ભગવાનની જ ને ?
* આદિનાથ ભગવાન વજનાભ ચક્રવર્તીના ભવમાં દીક્ષિત બની ૧૪ પૂર્વ ભણેલા. તે જ્ઞાન સર્વાર્થસિદ્ધમાં લઈ ગયેલા ને ભગવાનના ભવમાં પણ હતું.
આ જ્ઞાનના આધારે જ ભગવાને લોક-શિક્ષણ આપેલું. ભગવાનને એમાં દોષ ન લાગે. કારણ કે ભગવાન ત્યારે રાજા તરીકે છે. લૌકિક વ્યવહારમાં કુશળ બન્યા વિના લોકોત્તર વિદ્યામાં કુશળ બની શકાય નહિ. '
* શ્રાવક-શ્રાવિકા વહોરાવવા વગેરેમાં પોતાની મર્યાદા ચૂકતા નથી તો આપણાથી આપણી મર્યાદા કેમ ચૂકાય ?
સંઘનું આપણા પર ઋણ ખરું ને ? એ ઋણનો કદી ખ્યાલ રહે છે ?
* છ કાય જીવ એટલે ભગવાનનો પરિવાર ! ભગવાન કહે
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૧૧૩