Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પ્રકૃતિ ભલે બીજી બધી જ અનુકૂળતા કરી આપે, પણ કર્મ તો ત્યારે પણ નિર્દયતાપૂર્વક હુમલો કરે. એને જરાય દયા નહિ. તે વખતે પણ ચિત્તનું બેલેન્સ નહિ ગુમાવવું તે સમતા છે.
* ખીર ખાતા-ખાતાં, ગુરુ-ગુણ સાંભળતાં સાંભળતાં, ગુરુને જોતાં-જોતાં તાપસોને કેવળજ્ઞાન મળી ગયું. કેવળજ્ઞાન સસ્તુ કે મોંઘું? એ જ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન મેળવવા કેટલી મુશ્કેલી સહેવી પડી? મા શીરો બનાવવાની મહેનત કરે. બાળકે માત્ર ખાવાનો જ હોય. ભગવાન જગતની મા છે. તેઓ મહેનત કરીને મેળવે તે શિષ્યોને ક્ષણવારમાં મળી જાય.
સીધે-સીધા આગમમાંથી તમે કશું નહિ મેળવી શકો, ગુરુ દ્વારા થોડીવારમાં મેળવી શકશો. સેંકડો પુસ્તકો વાંચતાં ન મળે તે ગુરુ બે મિનિટમાં બતાવી આપે. નાના બાળકને શીરો ખાવામાં મજા ન આવે, રમવામાં મજા આવે. રમતમાંથી ઊઠાડીને પરાણે મા શીરો ખવડાવે છે. ગુરુ પણ તેમ શિષ્યોને પરાણે પણ તત્ત્વ પીરસે છે.
* હીન કાળ છે. હીન કાળના કારણે જીવોનું પુણ્ય પણ હીન છે. પુણ્યહીન જીવોને સદ્દગુરુનો સમાગમ પણ ખૂબ જ દુર્લભ છે. સદ્દગુરુના નામે બિચારા ક્યારેક દાદા ભગવાનને, રજનીશને કે બીજા કોઈને પકડી બેસે છે. કુગુમાં સુગુરુની બુદ્ધિ કરી બેસે છે.
* “નવપદમાં આપણો આત્મા છે. આત્મામાં નવપદ છે.' આ વાત સાંભળી છે, પણ કદી તેના પર ઊંડાણથી વિચાર્યું નથી : મારા આત્મામાં નવપદ છે તો ક્યાં છે ?
આત્મામાં જ અરિહંત, સિદ્ધ આદિ રહેલા છે, તેને માત્ર પ્રગટ કરવાની જરૂર છે.
* દુનિયામાં કોઈને ન હોય તેવી વસ્તુ જે છે, તે અતિશય ! ભગવાન આવા અતિશયાદિથી યુક્ત છે. આવા ભગવાન એવી શક્તિ ધરાવે છે કે જ્યાં તમે ઝૂક્યા કે તરત જ પાપો બળી ગયા, સમજો.
* પ્રીતિ-અનુષ્ઠાન કોને કહેવાય ? જ્યારે જ્યારે બીજા કોઈપણ અનુષ્ઠાનો હોય ત્યારે ત્યારે તે તે છોડીને અરિહંત આવતાં જ તેમાં
૧૧૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ