Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ધ્યાન-શક્તિને જાણ્યા વિના, આચર્યા વિના આપણે કઈ રીતે સાધક બનવા માંગીએ છીએ, એ જ સમજાતું નથી.
આજે દાદાની યાત્રા કરીને આવ્યો છું. જે ભાવો સ્ફર્યા છે, તે કહી રહ્યો છું. કહેવામાં જરા પણ કંજુસાઈ કરતો નથી.
શ્રાવકો ધ્યાન-વિચાર પર વાચના રાખવા વિનંતી કરે છે, તમને મન થયું ?
શ્રાવકો આજે જીવદયા માટે કરોડો રૂપીયા એકઠા કરવાનું વિચારે છે. શા માટે ? દુકાળમાં જીવો મરી રહ્યા છે, તે શી રીતે જોઈ શકાય ? શ્રાવકોનું હૃદય આટલું કોમળ હોય તો આપણુ કેવું હોવું જોઈએ? દુઃખી જીવોનું દુઃખ જોઈ હૃદય દ્રવી બની ઊઠે છે ખરું?
* કેવું છે આપણું જીવન ? આખો દિવસ વાતો. વાતે-વાતે ગુસ્સો ! અવિનય, ઉદ્ધતાઈનો પાર નહિ. ગુણનો છાંટો નહિ, છતાં અહંનો પાર નહિ.
રાગ-દ્વેષે ભર્યો મોહબૈરી નડ્યો, લોકની રીતમાં ઘણુંય મા'તો,
તાર હો તાર પ્રભુ...! '' - પૂ. દેવચન્દ્રજી. મ.નું આ સ્તવન ભાવથી ભગવાન પાસે ગાજો. એમાં સ્વ-દુષ્કૃત ગહની દષ્ટિ મળશે.
ભગવાન પાસે બાળક બનીને બધું જણાવી દો. આપણે તો એમ માનીએ : આ બધું શ્રાવકો માટે છે, આપણને ક્યાં ક્રોધાદિ કે વિષયાદિ સતાવે છે ? મોટી ભૂલ છે આ આપણી.
જે કાંઈ પણ ક્રિયાકાંડ કરીએ છીએ તે લોક ઉપચારથી કરીએ છીએ કે આત્માથી કરીએ છીએ? કદીક આત્મ-નિરીક્ષણ કરી જોજો.
આદર્યો આચારણ લોક ઉપચારથી શાસ્ત્ર- અભ્યાસ પણ કાંઈ કીધો; '
શુદ્ધ શ્રદ્ધા અને આત્માના આલંબન વિના આપણી ક્રિયા શી રીતે મોક્ષદાયી બનશે ?
* તમે સૌ પ્રથમ તમારા જ સૂતેલા આત્માને જગાડો. એ જાગી જાય પછી જ બીજાને જગાડવા પ્રયત્ન કરજો. આપણે તો
૧૦૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ