Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સંસારના માર્ગે પણ આપણે આ જ્ઞાન અને ક્રિયાની શક્તિથી જ ચાલીએ છીએ. આત્મ-શુદ્ધિ કરનારી આપણી શક્તિઓને આપણે જ કર્મ-બંધન કરનારી બનાવીએ છીએ. એથી સંસારનું સર્જન થાય છે.
* “હું કર્તા પરભાવનો, ઈમ જિમ જિમ જાણે;
તિમ તિમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે.”
હું વક્તા છું, લેખક છું, શિષ્યોને તૈયાર કરનાર છું, એવો વિચાર પણ પરભાવનો જ છે. આવા વિચારો હશે ત્યાં સુધી કર્મની ઘાણીમાં પીલાવાનું જ છે.
* પૂ. પ્રેમસૂરિજી મ.ને ખાદિમ-સ્વાદિમની જીવનભર પ્રતિજ્ઞા હતી. તેમણે જીવનમાં કદી ફળ, મેવો આદિ વાપર્યા નથી. માત્ર સ્વાદ ખાતર ફળોના રસો વહોરતા હોઇએ તો છકાયની દયા ક્યાં ગઈ ?
“અહો ! અહો ! સાધુજી સમતાના દરિયા.' આ સઝાય સાંભળી છે ને ? સ્કંધક મુનિની જીવતાં ચામડી ઊતરડાઈ હતી. આવા મહાન મુનિ પર કર્મસત્તાએ અન્યાય કર્યો છે, એમ નહિ માનતા.
પૂર્વજન્મમાં એમણે માત્ર નાની જ ભૂલ કરેલી. કોઠીંબડાની અખંડ છાલ ઊતારતાં અભિમાન કરેલું. એ જ કોઠીંબડાનો જીવ રાજા બન્યો ને પેલો સ્કંધક મુનિ બન્યો.
નાનકડી ભૂલની સજા આવી હોઈ શકે તો આપણી બેસુમાર ભૂલો માટે શું વીતશે ? તેની કલ્પના તો કરો.
ગરમી લાગતી હોય તો છાશ પી શકાય. ફળોના રસ જરૂરી
નથી.
* શસ્ત્ર વિના યોદ્ધો અને યોદ્ધા વિના શસ્ત્ર નકામા છે, તેમ જ્ઞાન વિના ચારિત્ર અને ચારિત્ર વિના જ્ઞાન નકામું છે. [ ગાથા - ૭પ.]
* દર્શનહીનને જ્ઞાન ન હોય. જ્ઞાનહીનને ચારિત્ર-ગુણો ન
૮૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ