Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વલભીપુર
ફા. વદ-0)) ૪-૪-૨૦૦૦, મંગળવાર.
* આજે પરમ રહસ્યભૂત શ્લોક આવ્યો છે. વૈ.સુ.૨ના ૭૭મું વર્ષ બેસશે ને આ શ્લોક પણ ૭૭મો છે.
जं नाणं तं करणं, जं करणं पवयणस्स सो सारो । जो पवयणस्स सारो, सो परमत्थत्ति नायव्वो ॥७७॥
જે જ્ઞાન છે તે ચારિત્ર છે. જે ચારિત્ર છે તે પ્રવચનનો સાર છે, પરમાર્થ છે. | * પૂ. પં. ભદ્રંકરવિજયજી મ.ને નવકાર પર અતૂટ શ્રદ્ધા. ત્રણ વર્ષ એમની સાથે રહેવાનું બન્યું. કોઈપણ શ્લોકનું પરમ રહસ્ય તરત જ એમને હસ્તગત થઈ જતું.
આટલા બધા આગમો આપણે ક્યારે વાંચવાના ? એના કરતાં એક નવકારને ભાવિત બનાવીએ તો કામ થઈ જાય. એમ પૂ. પં. ભદ્રંકર વિજયજીએ વિચારીને એક નવકારને પકડી રાખેલો.
તમને કોઈ સ્તવન કે શ્લોક ગમે તો તેને પકડી રાખો, તેના પર ચિંતન કર્યા કરો તો નવું-નવું જ મળ્યા જ કરશે.
પીપરને ૬૪ પ્રહર સુધી [ ૮ દિવસ સુધી ] ઘુંટવામાં આવે તો તેની ગરમી વધી જાય. ઘુંટતા જાવ તેમ પીપરની શક્તિ વધતી જાય. તેમ શ્લોકની શક્તિ પણ વધતી જાય; જે એના પર ચિંતન
કહ્યું, કલાપૂર્ણસૂરિએ કે ૯૧