Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જિનાલયના દર્શન કરવાનું કહે છે. એટલે જ પ્રભુ-દર્શન આત્મદર્શનની કળા ગણાય.
૩00 જેટલી અહીં સંખ્યા છે. તેમાંથી કોઈને પણ ઝંખના જાગશે તો માર્ગદર્શન મળી શકશે. એના માટે પૂ. દેવચન્દ્રજીના સ્તવનો વગેરે સાહિત્ય ખાસ જોવા ભલામણ છે. દા. ત. “અજ કુલ ગત કેસરી લહેરે, નિજપદ સિંહ નિહાળ;
તિમ પ્રભુ-ભક્ત ભવિ લહેરે, આતમ-શક્તિ સંભાળ.' સિંહશિશુને સિંહત્વની યાદ કોણ અપાવે ? બકરા, ઘેટા, ભરવાડ કે સિંહ? મોહ ભરવાડ છે. કર્મો ઘેટા બકરા છે. ભગવાન સિંહ છે.
સિંહની ગર્જનાથી બકરા ભાગે તેમ આત્માની ગર્જનાથી કર્મો ભાગે. અંદર રહેલો આત્મદેવ પ્રગટ થાય.
અહંકાર અને આત્મવિશ્વાસ,
અહંકાર અને આત્મવિશ્વાસ વચ્ચેની સૂક્ષ્મ ભેદરેખા સમજે.
રાવણ, દુર્યોધન, હિટલર કે ધવલ જેવો (બીજાને મારી નાખવાના આશયવાળો અને હુંકારથી ભરેલો) વિશ્વાસ આત્મવિશ્વાસ ન કહેવાય, પણ અહંકાર કહેવાય. પુણિઓ, અભયકુમાર, ચંપા શ્રાવિકા કે કપર્દી મંત્રી જેવો નમ્રતાયુક્ત આત્મવિશ્વાસ જોઈએ, જે એમ મનાવે કે અનંત શક્તિના સ્વામી પ્રભુ મારી સાથે છે.
૯૦ જે કહ્યું કલાપૂર્ણસૂરિએ