Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સમ્યગ્ગદર્શન મળે ત્યારે જ સાચા અર્થમાં ધર્મનો પ્રવેશ થયો ગણાય.
* ધ્યાનની સ્થિતિ [ એક સરખી ધ્યાનની ધારા ] ભલે ૪૮ મિનિટ જ રહેતી હોય, પણ શુભ અધ્યવસાયો તો ૨૪ કલાક રહી શકે. જેના આવા શુભ અધ્યવસાયો રહે તે જ સાચા સાધુ કહેવાય. માટે જ પંચસૂત્રમાં સાધુ માટે લખ્યું : “જ્ઞાન્સિયા-સંય !''
એ ક્યારે આવે ? “સંતબીરસિયા |’ આશય પ્રશાંત, ગંભીર બને ત્યારે. આમ પંચસૂત્રમાં સાધુના વિશેષણો કારણ-કાર્યભાવે સંકળાયેલા છે.
* આપણને સ્વાર્થ ગમે કે પરાર્થ વધુ ગમે ? ભોજન પાણી વગેરેમાં પોતાની ચિંતા વધુ કે બીજાની ચિંતા વધુ ? સાધુને તો માત્ર પરોપકાર-નિરત કહ્યા છે, પણ તીર્થકરોને પરોપકાર વ્યસની કહ્યા છે.
આવી પરાર્થવૃત્તિ આવે, આશય પ્રશાંત અને ગંભીર બને, સાવદ્ય-યોગથી વિરતિ આવે, પંચાચારમાં દઢતા આવે, કમળ જેવું નિર્લેપ જીવન બને, પછી જ વિશુદ્ધ અધ્યવસાયોની ધારા પેદા થાય.
* જ્ઞાનથી ચારિત્ર અને ચારિત્રથી જ્ઞાન ભાવિત બનેલું હોવું જોઈએ, સ્પર્શેલું હોવું જોઈએ. સ્પર્શ એટલે જ્ઞાનનો અનુભવ થવો ! આવું થાય ત્યારે જ આત્મિક આનંદ પ્રગટે.
ભગવતીમાં જે બાર માસ પર્યાયવાળા સાધુઓનો આનંદ અનુત્તરવાસી દેવોને પણ ઓળંગી જાય તેમ લખ્યું છે, તે આવા આત્માનંદી સાધુ સમજવા. આવી ભૂમિકા શી રીતે આવે ?
સ્વભાવમાં મગ્નતા રાખવાથી આવે.
* જ્ઞાનથી ધ્યાન અલગ નથી. બન્નેનો અભેદ છે. જ્ઞાન જ તીક્ષ્ણ બનીને ધ્યાન બની જાય છે. જ્ઞાનની વિશાળતા થતી જાય તેમ તેમ ધ્યાનની વિશાળતા વધતી જાય.
ધ્યાનવિચાર વાંચતાં સમજાયું કે કર્મગ્રંથમાં આવતા ભાંગાઓ પણ ધ્યાનમાં ઉપયોગી છે.
લોકો કહે છે : જૈન દર્શનમાં ધ્યાન નથી, પણ હું કહું છું કે અહી ધ્યાન છે તે બીજે ક્યાંય નથી. એક વાત સમજી લો કે ધ્યાન
૯૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ