Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ઉદ્દેશ હતો : આચાર્યશ્રીના, મસ્તકમાં રહેલો મણિ મેળવવાનો. | માટે જ મિથ્યાત્વી આદિ સાથે આલાપાદિ કરવાનું વર્ય ગણાયું છે. સમ્યકત્વમાં અતિચાર લાગે, તેમ ક્યારેક આવી દુર્ઘટના પણ થઈ શકે.
| * વિનય જ્ઞાનને લાવ્યા વિના ન જ રહે. જ્ઞાન ચારિત્ર લાવ્યા વિના ન રહે. વિનય જ આગળ વધીને જ્ઞાન અને જ્ઞાન જ આગળ વધીને ચારિત્ર બની જાય છે, એમ કહું તો પણ ખોટું નથી.
“જ્ઞાનની તીક્ષણતા ચરણ તેહ...” – એમ પૂ. દેવચન્દ્રજીએ કહ્યું છે.
* ભૂખ વિના ભોજન ન મળે, ન પચે, તેમ આત્માનંદની અનુભૂતિની પણ રુચિ જોઈએ. રુચિનું નામ જ સમ્યમ્ દર્શન છે. આત્માનંદની અનુભૂતિ તે ચારિત્ર છે.
અત્યારે મળેલા ઓઘો-મુહપત્તી વગેરે ઉપકરણો માત્ર બાહ્ય સાધનો છે. થાળી, વાટકા, રોટલી વગેરે બધું જ હોય, પણ અંદર ભૂખ ન હોય તો શું કામનું ? ધર્મ સામગ્રી સામે જ પડી હોવા છતાં અંદર તેની રુચિ ન હોય તો શું કામનું ?
* દોરા વગરની સોયની જેમ સૂત્ર વગરનું જ્ઞાન ખોવાતાં વાર નથી લાગતી. જ્ઞાન ગયા પછી ધીરે-ધીરે બધું જ જતું રહે છે. કારણ કે જ્ઞાન બધાનો મૂલાધાર છે.
ભુવનભાનુ કેવલીનો આત્મા એક યુગમાં ૧૪ પૂર્વી હતો, પણ જ્ઞાન ભૂલીને, કેટલાય કાળ સુધી સંસારમાં રખડ્યો. જ્ઞાન જતાં મિથ્યાત્વને આવતાં વાર કેટલી ?
ગુરુને જવાબ આપ્યો એટલામાં મિથ્યાત્વ આવી ગયું ? હા. દેવ-ગુરુની સામે થવું એટલે એમનાથી પોતાને અધિક માનવા. આમ માનવું મિથ્યાત્વ જ શીખવે છે ને ?
* એકવાર આવેલા ગુણો જતા નહિ રહે, એવું નહિ માનતા. ક્ષાયિકભાવના ગુણો ન થાય ત્યાં સુધી જરાય ગાફેલ રહેવા જેવું નથી.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૩