Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તગડી-પરબડી
ફા. વદ-૧૨ ૧-૪-૨૦૦૦, શનિવાર
ગાથા- ૬૮ - જ્ઞાનગુણ.
* સ્વાધ્યાય સાધુનું જીવન છે, અમૃત-ભોજન છે. આહાર વિના શરીર ન ટકે, તેમ સ્વાધ્યાય વિના આત્માના ભાવપ્રાણો ન ટકે. સ્વાધ્યાય જેવો બીજો કોઈ તપ નથી. કર્મ નિર્જરાના ઉપાયોમાં આ શ્રેષ્ઠ ઉપાય છે.
જિનાગમ પર બહુમાન જગ્યું તે પ્રભુ-ભક્ત બની ગયો, સમજવો. કારણ કે ભગવાન અને ભગવાનના આગમ જુદા નથી. આવો ભક્ત, સમવસરણમાં બેઠેલો શ્રોતા જેટલો આનંદ માણી શકે, તેટલો જ આનંદ સ્વાધ્યાય કરતાં, આગમ વાંચતાં માણી શકે.
* જ્ઞાનનું મહત્ત્વ પહેલા એટલા માટે ન બતાવ્યું કે એથી શિષ્ય સૌ પ્રથમ જ્ઞાન જ ભણવા લાગી જાય. પણ વિધિ વિના જ્ઞાન ગ્રહણ કરવામાં આવે તો ખતરો છે. માટે જ વિનય પ્રથમ બતાવ્યો.
વિનય એટલે સમ્યગૂ દર્શન. એના વિનાનું જ્ઞાન અજ્ઞાન જ કહેવાય. જેનાથી આત્માનું અહિત થાય તેને જ્ઞાન કહેવાય જ કેમ ? જેનાથી બીજાની નિંદા કરવાનું મન થાય, જેનાથી અભિમાન વધે એ જ્ઞાનને જ્ઞાન શી રીતે કહેવાય ?
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૮૧