Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
દીવો રાખ્યો છે !”
આંધળો ભલે દીવો રાખીને એમ સંતોષ માને, પણ વાસ્તવિક્તાં એ દીવો રાખવા દ્વારા પણ જોઈ શકે ?
* ગભારામાં જઈને સાધ્વીઓ દર્શન કરે તે ઉચિત નથી. આ આશાતના છે. જઘન્યથી નવ અને ઉત્કૃષ્ટથી ૬૦ હાથનો અવગ્રહ રાખવાનો છે. પહેલા હું પણ જતો હતો, પણ પછી મારું જોઈ બીજા પણ આ પરંપરા ચલાવશે, એમ વિચારીને મેં બંધ કર્યું. આપણું શરીર અશુદ્ધ હોય તેથી આશાતના થાય. મંદિરની જેમ ગુરુ આદિની પણ આશાતના ટાળવી જોઈએ.
અવિનય અને આશાતનામાં ફરક છે. અવિનય કરતાં આશાતના ભયંકર છે. અવિનય એટલે કદાચ તમે ભક્તિ ન કરો તે, પણ આશાતના એટલે ગુરુને નુકશાન થાય, એવું કંઈ પણ કરવું તે.
* જ્ઞાન ગુરુને આધીન છે. ગુરુ વિનયને આધીન છે. યોગોદ્વહન એટલે વિનયની જ પ્રક્રિયા ! એટલે જ યોગોદ્વહન વિના જ્ઞાન ગ્રહણ કરી શકાતું નથી. જ્ઞાન પર નહિ, શાસ્ત્રમાં વિનય પર મહત્ત્વ અપાયું છે.
* વિનયથી જ્ઞાનની રુચિ વધવી જોઈએ. વળી, જ્ઞાન-વૃદ્ધિ દ્વારા વિનય-વૃદ્ધિ થતી જ રહેવી જોઈએ. વિનય દ્વારા સાધ્ય જ્ઞાન છે.
વિનીત થઈ ગયો છું. જ્ઞાનની શી જરૂર છે ?” એમ માનીને જ્ઞાન ભણવાનું બંધ કરવાનો વિચાર જ અવિનયને સૂચિત કરે છે.
માષતષ મુનિ ભલે ભણ્યા ન્હોતા, પણ ભણવા માટેનો પ્રયત્ન તો ચાલુ જ હતો.
વિનય... વિનય... અને વિનયની જ મેં વાત કરી, એનો અર્થ એ નથી કે જ્ઞાન ભણવું જ નહિ. ઘણા એવા પણ હશે : જેમણે પુસ્તકો અભરાઈએ ચડાવી દીધા છે.
૮૦ કહ્યું કલાપૂર્ણસૂરિએ