Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બરવાળા
ફા. વદ-૧૩ ૨-૪-૨૦૦૦, રવિવાર
ચંદાવિષ્ક્રય પન્ના ગાથા – ૭૨.
* પાપ-અકરણ-નિયમનો વિચાર ભગવાનની કૃપા વિના આવી શકતો નથી, એમ હરિભદ્રસૂરિજી કહે છે. જ્યારે જ્યારે પાપ નહિ કરવાનું તમને મન થાય કે તેવો તમે સંકલ્પ કરો ત્યારે માનો કે ભગવાનની કૃપા મારા પર વરસી રહી છે. ભગવાનની કૃપાને સૌ પ્રથમ આગળ ધરવી જોઇએ.
આથી ભગવાનની કૃપા-શક્તિનો આપણને ખ્યાલ આવે છે.
* માત્ર વીશસ્થાનક તપ કરવાથી તીર્થંકર નામકર્મ નથી બંધાઈ જતું, પણ ભગવાન સાથે સમાપત્તિ થવાથી અને જગતના સર્વ જીવો સાથે એકતા થવાથી જ બંધાય છે. બાકી ૪૦૦ ઉપવાસ તો અભવ્યો પણ કરી શકે. પણ એમ તીર્થંકર પદ સસ્તું નથી. | * ભગવાન પર પ્રેમ હોય તો ભગવાનના નામ અને મૂર્તિ પર પ્રેમ હોવો જોઈએ.
આપણને ભગવાનના નામ પર વધુ પ્રેમ કે આપણા નામ પર વધુ ? ભગવાનની મૂર્તિ પર વધુ પ્રેમ કે આપણા ફોટા પર વધુ ? આપણા નામ અને રૂપનો મોહ ખતમ કરવો હોય તો પ્રભુ-નામ અને પ્રભુમૂર્તિના આલંબન વિના ઉદ્ધાર નથી.
૮૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ