Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* અંગ-અગ્ર-સ્તોત્ર અને પ્રતિપત્તિ [આજ્ઞાપાલન] આ ચાર પ્રકારની પૂજા છે. પ્રતિપત્તિ પૂજા સીધી નથી આવતી. એ પહેલા અંગ-અગ્ન-આદિ પૂજાની ભૂમિકામાંથી પસાર થવું જોઇએ.
* મારા સુવાક્યો છે, એમ ગ્રન્થકાર નથી કહેતા. ત્તિબેમિ’ કહીને બધું ભગવાન પર નાખે છે. બધું ભગવાનનું છે. હું સુવાક્ય આપનાર કોણ ?
માટી હતી જ. એમાંથી મેં ઘડાનો આકાર આપ્યો. આમાં મારું શું ? કુંભાર આમ કહે છે.
અક્ષરો દુનિયામાં હતા જ. અક્ષરોમાંથી શબ્દ, પદ, વાક્ય, શ્લોક, પ્રકરણ આદિ થઇને ગ્રંથ બન્યો. એમાં મારું શું ? ગ્રન્થકાર કહે છે.
આમ
-
ગ્રન્થકાર પણ આમ કહેતા હોય તો આપણે કઇ વાડીના મૂળા ? * વ્યક્તિ પર કરેલો રાગ આગ છે, જે આપણા આત્મગુણના બાગને બાળીને ખાખ કરે છે.
ભગવાન પર કરેલો રાગ બાગ છે, જેમાં આત્મગુણોના ગુલાબ ખીલી ઊઠે છે.
* ભગવતીમાં હમણાં પુદ્ગલોની વાત આવે છે.આ વાંચતાં એમ થાય : કેવું આ સર્વજ્ઞનું અદ્ભુત દર્શન છે ? આ બધી પુદ્ગલની માયા છે. જીવનું આમાં કાંઇ જ નથી. કેટલાક પુદ્ગલો વિજ્રસા [સ્વાભાવિક] થી કેટલાક પ્રયોગથી તો કેટલા મિશ્રપણે રચાય છે. જીવ આ પુદ્ગલની રચનાથી સંપૂર્ણ ન્યારો છે.
* જ્ઞાન વિના ક્રિયા કે ક્રિયા વિના જ્ઞાન વ્યર્થ છે. ક્રિયાવાન્ જ્ઞાની જ આ સંસાર-સમુદ્ર તરી શકે. [ ગાથા
૭૨.] તરવાની ક્રિયા જાણનારો મોટો તરવૈયો પણ દરિયામાં હાથપગ ન હલાવે તો ડૂબી મરે. મોટો જ્ઞાની પણ ક્રિયાને તદ્દન છોડી દે તો તરી ન શકે.
-
* વેપારી પોતાની કમાણી વેપારમાં લગાડીને વધુ ને વધુ ધનવાન થવા પ્રયત્ન કરે, તેમ આપણે પણ જ્ઞાનની મૂડી દ્વારા
કહ્યું, કલાપૂર્ણસૂરિએ મ