Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ધંધુકા
ફા. વદ-૧૧ ૩૧-૩-૨૦00, શુક્રવાર
* જ્ઞાન પ્રયત્નથી મળી શકે, પણ વિનયાદિ ગુણો એમ માત્ર પ્રયત્નથી ન મળી શકે. એમાં ભગવદનુગ્રહ જોઇએ.
* ભગવાન મહાવીર પછી આર્ય મહાગિરિએ આર્ય સુહસ્તિ સાથે સૌ પ્રથમ ગોચરી - વ્યવહાર બંધ કરેલો. આર્ય સુહસ્તિને પ્રભાવના પસંદ હતી, આર્ય મહાગિરિને સંયમ.
* વિનયાદિ ગુણો ઓછા હોય તે બની શકે, પણ “તે ગુણો મારામાં ઓછા છે. પ્રભુ- કૃપાથી તે મારે પામવા જ છે.” એવો ભાવ પણ પેદા ન થાય, એ કેમ ચાલે ? તમને તમારો અવિનય ખટકે, પોતાના દ્વારા ગુરુને થતી હેરાનગતિ ખટકે તો પણ મારી મહેનત સફળ છે.
* વધુ કદાચ ન ભણી શકો, પણ રોજ માત્ર ૨૦ માળા ગણો ને કાયોત્સર્ગમાં ધ્યાન પરોવો તો પણ તમે આરાધક બની શકો.
તમે ખૂબ જ ભણેલા હો પણ વિનય ન હોય તો તેનો કોઈ જ મતલબ નથી. આંધળા પાસે અબજે દીવા પણ હોય...પણ શો લાભ ?
એક આંધળો, દીવો લઈને નીકળ્યો. દેખતાએ કારણ પૂછ્યું ત્યારે કહ્યું : ““તમારા જેવા દેખતા મારા પર અથડાઈ ન પડે માટે
કહ્યું કલાપૂર્ણસૂરિએ છ ૦૯