Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સૂરિજીને અમે જોયા છે. કોઈ ન હોય તો પણ વાપરતી વખતે બોલે : વાપરું !
* આત્મા નિત્ય છે. શરીર ઉપકરણાદિ બધું જ અનિત્ય છે. જ્ઞાન, વિનયાદિ ગુણો નિત્ય છે. ગુણો એટલા વફાદાર છે કે એકવાર તમે આત્મસાત કરો તો જન્માંતરમાં પણ સાથ ન છોડે.
જગતમાં કોઈ તમારું નથી. એક માત્ર ગુણો જ તમારા છે. એની ઉપાસના કેમ ન કરવી ?
- ગૃહસ્થપણામાં મને યાદ નથી કે કદી મા-બાપનું ન માન્યું હોય કે શિક્ષકોનું ન માન્યું હોય કે કદી કોઈનું અપમાન કર્યું હોય.
કાકાને ત્યાં મકાન બનાવતી વખતે ચૂનાની ભઠ્ઠી જોઈને બાળપણમાં થયેલું : સંસારમાં રહીને આવા પાપો કરવાના ? આવો સંસાર ન જ જોઈએ. [ ભગવાનની કૃપાથી મોટા થયા પછી પણ ઘર કે દુકાનની મરામત કરાવવાનો અવસર નથી આવ્યો.]
આ ગુણો ક્યાંથી આવ્યા ? ક્યાંય હું શીખવા ન્હોતો ગયો. પૂર્વજન્મના સંસ્કારો જ માનવા પડે.
હેમંતાદિ તુરૂપ કાળને જાણે તે કાલજ્ઞ. પ્રસંગ, સંયોગ અને અવસરને જાણે તે સમયજ્ઞ.
* શિષ્યમાં આ બીજા બધા જ ગુણો હોય, પણ ગર્વ હોય તો એવા શિષ્યનો સંગ્રહ કરતા નહિ.
•••• તો થાય ખોરાક સાથે પાણી મળે તો પચે. તન સાથે મન મળે તો સાધના થાય. પ્રકૃતિ સાથે પુરુષ મળે તો સંસાર મંડાય. કૃષ્ણ સાથે જો અર્જુન મળે તો મહાભારત જીતાય. જ્ઞાન સાથે જો ભક્તિ (શ્રદ્ધા) મળે તો મોક્ષ થાય.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ છે