Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
રાખી છે તો ગ્રહણ કરજો. વિનય જીવનમાં આવશે તો તમે બીજા ચંદનબાળા બનશો.
* વિનીત શિષ્ય સમગ્ર જિનશાસનની શોભા છે; ભલે એ વિદ્વાન ન હોય ! રસાળ ભૂમિમાં ખેડૂત વાવણી ન ચૂકે તેમ વિનીતમાં ગુરુ જ્ઞાન-દાન ન ચૂકે.
* ભિખારી દાણા-દાણા વીણીને એકઠું કરે, તેમ મેં જ્ઞાન એકઠું કર્યું છે, બધાની પાસે જઈ જઈને. જ્યાં-જ્યાંથી મળ્યું, ત્યાંત્યાંથી લેતો ગયો.
* વિનયહીન પુત્ર હોય તો પણ તેને વાચના ન આપી શકાય; ભલે એ બીજા સેંકડો ગુણોથી યુક્ત હોય, એમ અહીં લખ્યું છે. [ગાથા-પ૧].
* ગુરુને શાસ્ત્રકાર ટોકતાં કહે છે : એમ આડેધડ દીક્ષા ન આપો. પૂરી પરીક્ષા કરીને જ આગળ વધો. અયોગ્યને દીક્ષા આપવામાં ખૂબ જ જોખમ છે. શિષ્ય ઓછા હોય તો ચલાવી લેજો, પણ અયોગ્યને દીક્ષા આપવાની ચેષ્ટા નહિ કરતા.
| * વિનય-ગુણની સિદ્ધિ શિષ્યમાં થયેલી હોવી જોઈએ. કલ્પતરુ વિજયજીને રાત્રે માત્ર માટે ઊઠાડું, ફરી કલાક પછી ફરી ઊઠાડું તો પણ કદી મનમાં ન લાવે કે વારંવાર કેમ ઊઠાડે છે ? આ વિનયગુણની સિદ્ધિ છે.
ભક્તિ માટે શું જોઈએ ? તપસ્વી બનવા શરીરની શક્તિ અપેક્ષિત છે. જ્ઞાની બનવા બુદ્ધિની શક્તિ અપેક્ષિત છે. દાની બનવા ધનની શક્તિ અપેક્ષિત છે. પણ ભક્ત બનવા નિરપેક્ષ બનવું અપેક્ષિત છે. કોઈ પણ શક્તિ પર મગદૂર બનેલો માણસ કદી પણ “ભક્ત” બની શક્તો નથી.
કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ક૯.