Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સિયાણી તીર્થ
ફા. વદ-૮ ૨૮-૩-૨૦૦૦, મંગળવાર
* હદય ભક્ત બને ત્યારે મૂર્તિ તથા આગમમાં ભગવાન દેખાય. જિનાગમ તો બોલતા ભગવાન છે. આવો આદર જાગી જાય તો સમજી લેવું : ભવસાગર તરવામાં હવે કોઈ વિલંબ નથી.
* શસ્ત્ર અને શાસ્ત્રનો ફરક સમજી લેવા જેવો છે. શસ્ત્ર બીજા માટે જ હોય છે; પોતાના પર પ્રહાર કરવા નહિ.
શાસ્ત્ર સદા પોતાના માટે જ હોય છે, બીજાના દોષ જોવા નહિ. પણ આપણે ઉછું કરીએ છીએ. આરીસાથી બીજાનું રૂપ જેવા પ્રયત્ન કરીએ છીએ. આગમ આરીસો છે. “આગમ આરીસો જોવતાં રે લોલ, દૂર દીઠું છે શિવપુર શહેર જો...' – પં. વીરવિજય.
* અહીં [ચંદાવિન્ઝય પયન્સામાં આપવામાં આવેલા બધા જ ગુણો પૂ. પં. ભદ્રંકર વિજયજીમાં સાક્ષાત્ દેખાતા. પૂ. કનકદેવેન્દ્રસૂરિજીમાં પણ આવું દેખાતું. કારણ કે એમણે વિનયગણ સિદ્ધ કરેલો હતો. જ્યારે આપણે બધાએ અવિનય સિદ્ધ કરેલો છે. અનાદિકાળના સંસ્કાર છે ને ? માન વધુ તેમ અવિનય વધુ !
અભિમાન વધુ તેમ ગુસ્સો વધુ ! અભિમાન પડદા પાછળ રહીને કામ કરે છે, ક્રોધને આગળ કરે છે. * શ્રુતજ્ઞાનમાં કુશળ હોય. હેતુ-કારણ અને વિધિનો જાણકાર
કહ્યું. કલાપૂર્ણસૂરિએ ૦૩