Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
[ભલે એ પુત્રરૂપે જપતા રહ્યાં... પણ આખરે હતા તો ભગવાન જ ને ?] એથી પણ નિર્જરા થઈ હશે ને? વિરહની વેદના સહી હતી. પ્રભુ સાથે પ્રત્યેક સંબંધ જોડી શકાય. પુત્રનો સંબંધ પણ જોડી શકાય. ૧૪ સ્વપ્નના દર્શનથી, મેરુ પર અભિષેકથી મરુદેવીને એટલી તો ખબર જ હતી કે મારો ઋષભ ભગવાન થવાનો છે. પુત્ર પ્રભુને ખોળામાં લઈ બેઠેલાં માતા સ્નેહદષ્ટિપૂર્વક અવલોકન કરે છે તેવું જ ધ્યાનવિચારમાં માતૃ-વલયનું ધ્યાન આવે છે તેમાં આ જ વાત સૂચિત થાય છે.
* યોગ્યતા પણ ભગવાન જ આપે છે, એમ માનીને તમે પ્રભુને પોકારો. - * પ્રભુની મહત્તા દર્શાવતો લલિતવિસ્તરા જેવો બીજો એકેય ગ્રંથ નથી. ખાસ વાંચો. “ર વત: ન પરત: પવિત્સાશાવેવ !” સ્વથી પણ નહિ, પરથી પણ નહિ, ભગવાન પાસેથી જ અભયચક્ષુ-માર્ગાદિની પ્રાપ્તિ થાય, એમ તેમાં ભારપૂર્વક લખ્યું છે.
* તપ તો જ સફળ બને, જો સાથે ક્ષમા હોય. નિયમ તો જ સફળ બને, જે સાથે વિનય હોય.
ગુણ તો જ પ્રશંસા પામશે, જો વિનય હશે. વિનય નહિ હોય તો તપ, નિયમ કે દુનિયાના બધા જ ગુણો મળીને પણ તમને મોક્ષમાં મોકલી આપશે, એવું રખે માનતા ! માટે જ બધા જ તીર્થંકરોએ વિનયનો જ ઉપદેશ આપ્યો છે. બીજી વાત પછી કરી છે, પહેલી જ વાત વિનયની. ઉત્તરાધ્યયનનું પહેલું જ અધ્યયન વિનય છે. અરે કોઈપણ કામ શરૂ કરવું હોય તો નવકાર ગણવો પડે છે. નવકાર વિનયરૂપ છે.
બીજ ન વાવ્યું તો ? ભણો, ગણો, તપ કરો પણ હૃદયમાં જો અનંત (પ્રભુ) પ્રત્યે પ્રેમ નથી પ્રગટ્યો તો બધું જ વ્યર્થ છે. કોઈ ખેડૂત ખેતરમાં માટી ખોદે, ખેડે, જમીન સમતલ કરે, પાણી સિંચે પણ બીજ ન વાવે તો ?
૦૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ