Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સુરેન્દ્રનગર
ફા. વદ૨૬-૩-૨૦૦૦, રવિવાર
[ કેશુભાઈ પટેલ, દીપચંદ ગાડ શ્રેણીભાઈ, ધીરૂભાઈ શાહ, કશ, વાચાચંદ છેડા, પ્રકાશ ઝવેઠી, હુંશીભાઈ (અમક્ષGશવાળા) વગેરે હેમાંલિ પૌષધશાળાના ઉદ્દઘાટનમાં લયા સંઘના દર્શનાર્થે આવેલા. ]
* ભગવાનનું એક વાક્ય પણ આપણા જીવનને અજવાળી દે, જે એને જીવનમાં ઊતારી દઈએ, એને હૃદયમાં ભાવિત બનાવીએ. એક વાક્યને વારંવાર ધુંટો. એના રહસ્યો તમને સમજાશે, જે બીજાને નહિ સમજાય. | * શિષ્યમાં બે ગુણ તો હોવી જ જોઇએ : વિનય અને વૈરાગ્ય. વાવવા લાયક ભૂમિ કેવી છે ? તેની ખેડૂતને તરત જ ખબર પડી જાય છે. વિનયી હોય તે જ આગમ-શ્રવણમાં રુચિ દાખવી શકે. સાચો વિનય હોય ત્યાં સરળતા હોય. ખોટો વિનય હોય ત્યાં દંભ અને કપટ હોય. આવો શિષ્ય દેખાવ ખૂબ જ કરે. આથી લખ્યું ઃ આર્જવગુણથી યુક્ત હોય.
* આજે વાચના રહી શકે તેમ ન્હોતું, પણ વચ્ચે ગેપ પડી જાય તે ઠીક નહિ, માટે ખાસ રાખી છે. રેલ્વેના પાટામાં થોડો ગેપ પડી જાય તો ટ્રેન ચાલી શકે ? આવા કટોકટીના સમયમાં વાચના
૨૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ