Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આધીન છે.
એટલું નક્કી કરો : ભાવ-ચારિત્ર મેળવ્યા વિના મરવું નથી.' એટલે કે ગમે તે ભોગે ચારિત્ર મેળવવું જ છે. તો જ જીવન સફળ બનશે.
* સ્નિગ્ધ - ઉપચિત શરીરવાળો મોટાભાગે ગુણીયલ હોય. શ્રીપાળ કોઢગ્રસ્ત હોવા છતાં આવા જ લક્ષણોથી પૂ. મુનિચન્દ્રસૂરિ તેને ઓળખી ગયેલા.
ગંભીર અને ઊંચું નાક એની સરળતા જણાવે છે.
* જિનશાસનના અનુરાગીને દેવ-ગુરુ પોતાના લાગે : મારા ગુરુ ! મારા ભગવાન ! મારો ધર્મ... ! એમ હૃદય પોકારતું હોય.
* મંદિરમાં ભગવાન તરફ દૃષ્ટિ રહે તેમ વાચનાદિમાં દષ્ટિ ગુરુ તરફ હોવી જોઈએ. ગુરુ તરફ જેવાથી જ એમનો આશય ખ્યાલમાં આવી શકે. | * ધર્મ ક્યારે પાળવો ? એમ પૂછતા હો તો હું પૂછીશ : ભોજન ક્યારે લેવું? પાણી ક્યારે પીવું? અરે..શ્વાસ ક્યારે લેવો ? એનો નિયમ ખરો ?
ધર્મ આપણો શ્વાસ બનવો જોઇએ. * નિર્વિકલ્પ દશા : આત્માનું (ઘરનું) ઘર. [ શુકલ ધ્યાન.]. શુભ વિકલ્પ : મિત્રનું ઘર. [ધર્મધ્યાન.] અશુભ વિકલ્પ : શત્રુનું ઘર. [આર્તધ્યાન.] દુષ્ટ વિચાર : શેતાનનું ઘર. રિૌદ્ર ધ્યાન.] - એમ પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. કહેતા.
* વધુ પરિચય કરવાથી સંકલ્પ-વિકલ્પો વધતા રહે છે. આથી યોગસારમાં વધુ પરિચય કરવાની ના પાડી છે.
* મુકામમાંથી ક્યાંય બહાર જવાનું હોય ત્યારે ગુરુજીને પૂછવાનું : “હું જિનાલયાદિ જાઉં છું.”
આજે આ પદ્ધતિ લુપ્તપ્રાય થઈ ગઈ દેખાય છે. . દેવેન્દ્ર
કદ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ