Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* ભગવાનની ગેરહાજરીમાં ગુરુ જ ભગવાન રૂપ છે, એમ લાગવું જોઈએ. માટે જ “ઈચ્છકારી ભગવન્!' વગેરેમાં ગુરુ માટે “ભગવાન” શબ્દ પ્રયોજ્યો છે. આપણે એને પૂજ્યવાચી શબ્દ ગણીને અવગણી દઈએ છીએ. પણ ગુરુમાં ભગવબુદ્ધિ જગાડવા માટે આ છે, એવું આપણે કદી વિચારતા નથી.
* આપણી ઉદ્ધતાઈનો આપણને કદી ખ્યાલ આવતો નથી. એ તો ગુરુ જ બતાવી શકે. મોટા ડૉક્ટર પણ પોતાના દર્દની દવા પોતે જ ન કરે, બીજા પાસેથી જ કરાવે. આજે પણ હું આલોચના બીજા આચાર્ય ભગવંત પાસેથી લઉં છું.
* આજે ધ્યાનના નામે ઘણી શિબિરો થાય છે, પણ તે સફળ ત્યારે જ થશે, જ્યારે ભગવાન કેન્દ્ર સ્થાને હશે !
* બાળકને મા પર હોય છે તેમ ભક્તને ભગવાન પર વિશ્વાસ હોય છે : ભગવાન મારી પાસે જ છે.
* આજે પણ હું બોલવા બેસું ત્યારે કાંઈ નક્કી નથી હોતું : શું બોલીશ? ભગવાન બોલાવે તેમ બોલતો રહું છું, એવો અનુભવ ઘણીવાર થાય છે.
“પ્રભુ-પદ વળગ્યા તે રહ્યા તાજા...” દેશો તો તુમહી ભલું...' વગેરે મારી પ્રિય પંક્તિઓ છે.
ઠોઠ રહેવું સારું, પણ ભગવાન સિવાય બીજે ક્યાંયથી મારે કશું જ જોઇતું નથી, આવો આજે પણ મારો દઢ વિશ્વાસ છે.
* ત્રણ ગારવમાં ઋદ્ધિગારવ સૌથી ખતરનાક છે. કારણ કે એ મિથ્યાત્વજન્ય છે. એ એવી ઈચ્છા જન્માવે છે : “હું ગુરુથી પણ આગળ જાઉં....!'
આપણને મળેલી લબ્ધિ-સિદ્ધિઓનો પ્રયોગ પોતાની મહત્ત્વાકાંક્ષા સંતોષવા કરીએ તો સમજવું : અંદર ઊંડે - ઊંડે મિથ્યાત્વ છે.
મિથ્યાત્વ હોય ત્યાં અહંકાર, માયા-કપટ વગેરે અનેક દોષો
હોય.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૦