Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ખેરવા
ફા. વદ-૩ ૨૩-૩-૨૦૦૦, ગુરુવાર
* ભગવાન પર ભક્તિ વધે, શાસ્ત્ર પર બહુમાન વધે તેમતેમ વૈરાગ્ય દઢ બને. વૈરાગ્ય વિના આચાર-પાલન થઈ શકતું નથી. શરૂઆતમાં વૈરાગ્ય દુ:ખગર્ભિત પણ હોઈ શકે, પણ હવે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બનવું જોઈએ. આમ કરનાર વિનય છે, એમ અનંતજ્ઞાનીઓએ કહ્યું છે.
સંયમ-જીવનમાં વૈરાગ્ય જેટલો દઢ, સંયમ-જીવન એટલું દઢ ! વિનયથી વિદ્યા, વિદ્યાથી વિવેક, વિવેકથી વૈરાગ્ય, વૈરાગ્યથી વિરતિ, વિરતિથી વીતરાગતા વીતરાગતાથી વિદેહમુક્તિ મળશે.
* શિષ્ય બન્યા વિના જે ગુરુ બની જાય, તે ગુરુ, શિષ્ય કરતાં પણ વધારે ગુનેગાર છે.
અમારા પરિચિત ડૉક્ટર કહેતા : ડૉક્ટરની પરીક્ષામાં જો ઘાલમેલ કરવામાં આવે તો મરો દર્દીનો થાય !
માંડલમાં પહેલા ગયેલા ત્યારે સાંભળેલું : એક ડૉક્ટર પર ત્રણ લાખ રૂપીયાનો કેસ થયેલો. તાવમાં ઇજેકશન આપતાં દર્દીનું મૃત્યુ થયેલું. અણઘડ ડૉક્ટર સમાજને નુકશાન કરે તેના કરતાં અનેકગણું નુકશાન યોગ્યતા વિનાના ગુરુ કરે. જિમ જિમ બહુશ્રુત બહુ જન સમ્મત, બહુ શિષ્ય પરિવરિયો;
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૫૯