Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
શિષ્ય સ્વગુરુની કીર્તિ વધારે. આવા સુયોગ્ય શિષ્યની કીર્તિ સ્વયં પ્રસરે.
કમ સે કમ આટલું નક્કી કરજો : જે આ વેષ લીધો છે, તેની ક્યાંય નિંદા ન થાય, પણ પ્રશંસા જ થાય, એવું જ વર્તન હું કરીશ. મારા નિમિત્તે શાસનની નિંદા થાય તેના જેવું કોઇ બીજું પાપ નથી. શાસનની પ્રશંસા થાય તેના જેવું કોઈ બીજું પુણ્ય નથી. એ વાત હું સતત યાદ રાખીશ.
લોકોમાં મિથ્યાત્વની વૃદ્ધિ થાય, તેના જેવું બીજું પાપ કર્યું ?
પાંચ વર્ષના લિંગ અને પાંચ પરમેષ્ઠી ઔદાર્યઃ અરિહંતોમાં પ્રકૃષ્ટપણે રહેલું છે. સર્વ જીવોને તારવાની કરુણાપૂર્ણ ઉદાર ભાવનાથી તેઓ ભગવાન બન્યા છે. દાક્ષિણ્ય : સિદ્ધોમાં ઉત્કૃષ્ટપણે રહેલું છે. તેઓ જગતના સર્વ જીવોને પૂર્ણ સ્વરૂપે જોઈ રહ્યા છે. કેટલું દાક્ષિણ્ય ? પાપ જુગુપ્સા : આચાર્ય ભગવંતોમાં જબરદસ્ત પાપ જુગુપ્સા રહેલી છે. આથી જ તેઓ આચારના પાલન અને ઉપદેશ દ્વારા જગતને પાપથી બચાવે છે. નિર્મલ બોધ : ઉપાધ્યાય ભગવંતોમાં ઉત્કૃષ્ટ રૂપે હોય છે. તેઓ સ્વયં આગમના જાણકાર અને બીજાને પણ પોતાના જેવા બનાવતા હોય છે. લોકપ્રિયતા : સજ્જન લોકોમાં સાધુઓ સદા પ્રિય હોય છે. સાધુઓને લોકપ્રિયતા સ્વાભાવિક રીતે જ મળેલી છે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧