Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચય ધરીયો...”
પૂ. યશોવિજયજીની આ ટકોર કેટલી વેધક છે ? અમે પણ એમાં આવી ગયા.
* જે સૈનિક સ્વરક્ષા ન કરી શકે તે દેશરક્ષા શી રીતે કરી શકશે ? એવો સૈનિક સેનાપતિ બની જાય તો દેશને રડવાનો અવસર આવે. શિષ્ય બન્યા વિનાના ગુરુ શાસન માટે આવા જ નુકશાનકર્તા બને.
* તમે ગમે તેટલા ન્યાય - વ્યાકરણાદિ ભણો, પણ જે આચાર્ય વગેરે દસેયની વેયાવચ્ચમાં ઉપેક્ષા કરો તો ભણવાનો કોઈ અર્થ નથી. વિદ્વાન અને વક્તા બન્યા પછી વેયાવચ્ચ ભૂલવાની
નથી.
* આપણા વડીલોએ આપણા સમુદાયની કેવી છાપ ઊભી કરી છે ? તે તો જુઓ. આજે જ રાજકોટથી વિનંતી આવી છે : “અમને આપના જ સમુદાયના સાધ્વીજીઓ જોઈએ...”
કોણ તૈયાર થશે ?
અમે ભચાઉ રહેવા આવેલા, પણ પૂજ્યશ્રીની ઇચ્છા જાણીને અમે ગાંધીધામ ગયેલા.
હું કોઈને ઓર્ડર નહિ કરું ! મારે પણ “ઈચ્છાકાર' સમાચારી સાચવવાની હોય. મારે તમારા હૃદયમાં ઈચ્છા કરાવવાની હોય, પોલીસની જેમ હુકમ કરવાનો ન હોય.
પૂ. કનકસૂરિજીનો આ જમાનો નથી રહ્યો. એમને ગયે ૩૭ વર્ષ થયા. દર દસ વર્ષે જમાનો બદલાતો જાય છે. ખૂબ જ ઝડપથી બધું બદલાઈ રહ્યું છે.
આવડી ઊંમરમાં પણ ત્રણ પાઠ પૂ. કનકસૂરિજી સ્વયં આપતા, છતાં એમની ઇચ્છાને માન આપીને હું ગાંધીધામ ગયો. આખરે આશીર્વાદ કામ લાગે.
* જેની પાસે દીક્ષા લીધી, જેને ગુરુ તરીકે સ્વીકાર્યા, એના અવર્ણવાદ બોલવા એના જેવી નિર્ગુણતા બીજી એકેય નથી. સુવિનીત
૬૦ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ