Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કચોલીયા
ફા.વદ-ર ૨ ૨-૩-૨000, બુધવાર
* ભગવાન માત્ર કલ્યાણના કારણ જ નહિ, સ્વયં પણ કલ્યાણરૂપ છે. “પરમwત્તાના, પરમઋત્તાપદે ભગવાન માત્ર વર્ણનથી જ નહિ, ચિંતન અને કલ્પનાથી પણ પર છે.
ભગવાનનું શરણું સ્વીકારો, ‘ત્વમેવ સર મને' બોલો, એટલે ભગવાને હાથ પકડી જ લીધો, એમ સમજી લો.
ભગવાન “નાથ” છે. નાથ માત્ર ઔપચારિક નથી, પણ યોગ + ક્ષેમ કરનાર સાચા અર્થમાં નાથ છે. ભગવાનને નાથ કોણે કહ્યા છે? બીજબુદ્ધિના નિધાન ગણધર ભગવંતોએ. અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગી બનાવનાર ગણધરો જ્યારે આવા વિશેષણોપૂર્વક ભગવાનની સ્તુતિ કરે, એટલે એમાં જરૂર કંઈક તથ્ય હોવું જોઇએ.
* ભગવાનના ગુણો ગાવાથી આપણને શો લાભ ? ભગવાનના જે જે ગુણો ગાઈએ, તે તે ગુણો આપણામાં આવતા
જાય.
“જિન-ઉત્તમ ગુણ આવતાં, ગુણ આવે નિજ અંગ...'
- પદ્મવિજયજી જે ગુણની ખામી જણાતી હોય, તે તે ગુણોનું ગાન કરતા જાવ.
પ૬ એ કહ્યું, કલાપૂર્ણસૂરિએ