Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
શંખેશ્વર
ફા.સુદ-૧૦ ૧૫-૩-૨000, બુધવાર.
* શાસ્ત્રોમાં વિનય ક્યાં છે? એમ નહિ, વિનય ક્યાં નથી ? એમ પૂછો. દરેક કાર્ય નવકારપૂર્વક શરૂ કરવાનું હોય છે. નવકાર પરમ વિનયરૂપ છે. | નવકારમાં પ્રથમ પદ “નમો’ વિનયને જ કહે છે. “અરિહંતાણં' થી પણ તેનું સ્થાન પ્રથમ છે.
ગુણોને તમે આમંત્રણ – પત્રિકા ભલે ગમે તેટલી લખો, પણ તેઓએ મીટિંગમાં નક્કી કર્યું છે કે વિનય હોય તો જ જવું.
વિનય નહિ હોય તો એકેય ગુણ નહિ આવે. વિનય વગરના ગુણો ગુણાભાસ કહેવાશે.
પોતાની પાસે નહિ હોવા છતાં પોતાના દરેક [૫૦ હજાર] શિષ્યોને કેવળજ્ઞાન આપવાની શક્તિ, ગૌતમ સ્વામીમાં વિનયથી આવી છે. ભગવાનના ૭૦૦ જ સાધુઓને કૈવલ્ય મળ્યું છે, જયારે ગૌતમસ્વામીના બધા ય શિષ્યોને મળ્યું છે.
* આપણા સુધી શ્રુતજ્ઞાન પહોંચ્યું તેમાં આપણા તમામ પૂર્વજ મહાત્માઓનો ફાળો છે, હવે આપણા પર મોટી જવાબદારી છે : આપણા અનુગામીઓને આ વારસો પહોચાડવાની.
* ૩૬ ૪ ૩૬ = ૧૨૯૬ જ ગુણો આચાર્યમાં છે એવું નહિ માનતા. અહીં કહે છે કે લાખો ગુણો આચાર્યમાં હોય.
૪૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ