Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આદેયતાનું મારું પુણ્ય નથી. હું કહીશ અને સાધ્વીવર્ગ મારું માનશે જ, એવો મને પૂરો ભરોસો નથી.
પાદલિપ્તસૂરિજીના આદેશથી જાણતા હોવા છતાં પેલા બાલમુનિ ગંગાનદી કઈ દિશામાં વહે છે ? તે જોવા નીકળેલા.
આવા વિનીત શિષ્યો જ ગુરુ પાસેથી જ્ઞાનાદિનો ખજાનો મેળવી શકે. વિનીત શિષ્ય સહનશીલ હોય. ગુરુ આશીર્વાદથી તેનામાં સહનશીલતા પ્રગટે જ. લાંબા વિહારો, કાંટાળો તપતો રસ્તો, ઠેકાણાવગરનું મુકામ,ગોચરી - પાણીની મુશ્કેલી વગેરે દરેક સ્થળે શિષ્ય મેરુ જેવો સહનશીલ હોય.
સંસારમાં ધર્મ અને ધર્મમાં સંસાર છાસમાં માખણ હોય તો વાંધો નહિ, પણ માખણમાં છાસ ન જોઈએ. કોલસામાં હીરો આવી જાય તો વાંધો નહિ, પણ હીરા લેતાં કોલસો ન આવવો જોઈએ. સિગારેટ પીતાં-પીતાં પ્રભુને ભજવામાં વાંધો નહિ, પણ પ્રભુ-ભજન કરતાં કરતાં સિગારેટ ન જ જોઈએ. ઝેરમાં ભેળ-સેળ હોય તો વાંધો નહિ, પણ મીઠાઈમાં ઝેરની ભેળ-સેળ ન જ જોઈએ. પાણી પર હોડી હોય તો વાંધો નહિ, પણ હોડીમાં પાણી ન જોઈએ. સંસારમાં પ્રભુ યાદ આવે તો વાંધો નહિ. પ્રભુ-ભક્તિમાં સંસાર યાદ ન આવવો જોઈએ.
પર જ કહ્યું કલાપૂર્ણસૂરિએ