Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
L સ્વ-પર આગમના જાણ : દરેક શાસ્ત્રમાં એમની પ્રજ્ઞા
ખૂંપી શકતી હોય. M દ્વાદશાંગીને સૂત્ર, અર્થ અને તદુભયથી આત્મસાતું
કરનારા.. છ આવશ્યકોમાં પ્રથમ સામાયિક છે. સમસ્ત દ્વાદશાંગીનો સાર સામાયિક છે.
સામાયિક પર લાખો શ્લોક પ્રમાણ સાહિત્ય છે. સામાયિકની આટલી મહત્તા સમતાની મહત્તા સૂચિત કરે છે.
દીક્ષા વખતે માત્ર સામાયિક પાઠ જ ઉચ્ચરાવવામાં આવે છે. સામાયિક એટલે સાવદ્ય યોગો [૧૮ પાપસ્થાનક] ના ત્યાગપૂર્વક નિરવદ્ય યોગો [સામાયિકાદિનું સેવન.
ત્રણેય યોગોમાં સમતા તેનું નામ સામાયિક. કાયા આડીઅવળી ન ચાલવા દઇએ, વચન જેમ તેમ ન બોલીએ, મનમાં દુર્વિકલ્પો પેદા ન થવા દઈએ, તો ત્રણેય યોગોમાં સમતા આવી શકે, તો જ સામાયિક ટકી રહે.
* વિનયનું પ્રથમ વર્ણન કર્યું. કારણ કે વિનયથી જ શિષ્ય બની શકાય છે. શિષ્ય બને તે જ ગુરુ બની શકે છે. શાસ્ત્રકાર કહે છે : ગુરુ બનવાની ઉતાવળ નહિ કરતા, શિષ્ય બનવા પ્રયત્ન કરજો. શિષ્ય થયા વિના ગુરુ બની ગયા તો તમે જ સ્વયં તકલીફમાં મૂકાઈ જશો. શિષ્ય બનવા માટે વિનય સૌ પ્રથમ જોઇએ.
* અવિનય ઝેર છે. એ દૂર નહિ થાય ત્યાં સુધી આપણા ભાવ-પ્રાણોનું ક્ષણે-ક્ષણે થઈ રહેલું મૃત્યુ અટકશે નહિ.
* ત્રણ દિવસ શંખેશ્વરમાં છીએ તો બરાબર ભક્તિ કરો. આ મૂર્તિ નહિ, સાક્ષાત ભગવાન જ છે, એમ માનજો. ભક્તોની પ્રાર્થનાથી જાણે મૂર્તિરૂપે અહીં પધાર્યા છે. ભગવાનની ભાષા સમજીએ તો એ આપણને બોલતા લાગશે.
* “આવો.... આવો.... જસોદાના કંત....” એમ તમે ભગવાનને બોલાવો, આમંત્રો છતાં ભગવાન કાંઇ જ પ્રતિભાવ ન આપે, એવું બને ? મેં પ000 અઠમ અહીં થયેલા ત્યારે આ પ્રશ્ન પૂછેલો. જવાબ કાલે કહીશ.
૪૮
કહ્યું, કલાપૂર્ણસૂરિએ