Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
શંખેશ્વર
ફા.સુદ-૧૨ ૧૭-૩-૨૦૦૦, શુક્રવાર
* ભૂતકાળમાં કદી આ જિનશાસન મળ્યું નથી. મળ્યું હોય તો ફળ્યું નથી, આરાધના કરી નથી. આપણી સાથે રહેનારા અનંતા જીવો પરમપદે જઈ પહોંચ્યા, પણ આપણે ઠેરના ઠેર રહ્યા. કારણકે વિષય – કષાયો જ આપણને મીઠા લાગ્યા. એનું જ સેવન કરતા રહ્યા આપણે.
ચારે બાજુ આગ લાગી હોય, નીકળવાનો નગરનો દરવાજો એક જ હોય તે વખતે માણસ કોઈને વધુ પૂછ્યા વિના નીકળવાની કોશીશ કરે. એમાં એક આંધળો હતો. એને કોણ પકડીને લઈ જાય ? એક સજ્જને સલાહ આપી : હું હાથ તો ન પકડી શકું, પણ તમે એક કામ કરો : દિવાલને પકડી-પકડીને ચાલતા રહો. દરવાજે આવતાં જ ખ્યાલ આવી જશે. આંધળો બિચારો નસીબનો ફેટેલો હતો. તેણે એમ કર્યું ખરું, પણ જ્યારે દરવાજો આવ્યો ત્યારે જ તેણે ખરજ કરવા દિવાલ પરથી હાથ લઈ લીધો ને ચાલવાનું ચાલુ રાખ્યું. ફલતઃ દરવાજો છુટી ગયો.
આપણે આ આંધળા જેવા નથી ને ? જિનશાસનયુક્ત આ માનવ-ભવનો દરવાજો આવ્યો છે ત્યારે વિષય-કષાયની ચળ નથી આવતી ને ?
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૪૯