Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આચાર્ય કેંઘા હોય.... ? A વ્યવહાર માર્ગ-ઉપદેશક. B ઋતરત્નના મહાન સાર્થવાહ [મોટા વેપારી] C પૃથ્વી જેવા સહનશીલ.
ગમે તેટલું ખોદો પણ પૃથ્વી કદી ચૂં કરે છે ? ગમે તેટલો ભાર નાખો, પણ કદી ઊંહકારો કરે છે ? તેથી જ તેનું નામ સર્વસહા” છે. આચાર્ય પણ આવા જ સહિષ્ણુ હોય.
D ચન્દ્ર જેવા સૌમ્ય. E સાગર જેવા ગંભીર.
આથી જ તેઓ આલોચના આપી શકે. ૧૨ વર્ષ સુધી રાહ જોવાનું કહ્યું છે, પણ અગીતાર્થ પાસે આલોચના લેવાની શાસ્ત્ર ના પાડી છે.
- દુધર્ષ : વાદી આદિથી અપરાજેય. G કાલજ્ઞઃ કયા સમયે શું કરવું તે જાણે.
દેશ, જીવોના ભાવ, દ્રવ્ય વગેરે જાણનારા. કયો માણસ કયા ભાવથી બોલે છે ? તે આચાર્ય જાણે. એના શબ્દોથી એની ભૂમિકાને ઓળખી લે.
ઉતાવળીયા ન હોય : આપણે બધા ઊતાવળા છીએ, પણ આચાર્ય ધીરા હોય. આંબો પણ ફળ માટે ટાઈમની અપેક્ષા રાખે તો બીજા કાર્ય એમને એમ કેમ ફળે ? 4 અનુવર્તક : કયા શિષ્યને કઈ રીતે આગળ વધારવો તે
જાણનારા હોય. અમને આવા અનુવર્તક ગુણથી યુક્ત પૂ. કનકસૂરિજી, પૂ. પ્રેમસૂરિજી, પૂ. પં. ભદ્રંકરવિજયજી [ભલે આચાર્ય પદ ન સ્વીકાર્યું, પણ ગુણો હતા.] જેવા મહાપુરુષોના સાન્નિધ્યમાં રહેવાનું મળ્યું છે, તે અમારો પુણ્યોદય. • K અમાયી : જરાય માયા ન હોય.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૪૦