Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાસે હોય તે ભાગ્યશાળી !
આઠેય કર્મોનું વિનયન કરે તે વિનય કહેવાય. આપણે ઝૂકીએ એટલે અક્કડાઈથી બંધાયેલા કર્મો ખરતા જાય.
દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ દરેકમાં વિનય અવિનાભાવે જોડાયેલો છે. વિનય વિના એકેય ફળી શકે નહિ. જિનશાસન વિનયમય છે.
વિનય આંતરયુદ્ધનું તીક્ષ્ણ શસ્ત્ર છે. એના વિના શેનાથી તમે કર્મ-શત્રુઓ સામે લડાઈ કરશો ? માટે પહેલા જ્ઞાન નહિ, વિનય શીખો.
ગુરુની સામે જવું, આસન પાથરવું, દાંડો લેવો વગેરે વિનય કહેવાય. ભલે ગુરુને આની અપેક્ષા ન હોય, પણ આપણું કર્તવ્ય શું?
કુલીન બાળા અસાધારણ પતિને પામીને બળવાન બને તેમ વિનીતને પામીને વિદ્યા બળવાન બને છે.
सिक्खाहि ताव विणयं, किं ते विज्जाइ दुव्विणीअस्स । दुस्सिक्खिओ हु विणओ, सुलहा विज्जा विणीअस्स ॥
- ચંદાવિય પન્ના – ૧૧. તું પહેલા વિનય શીખ. તું દુર્વિનીત અને ઉદ્ધત છે તો વિદ્યાથી તારે કામ શું છે ? વિનય શીખવો જ મુશ્કેલ છે. તું જે વિનીત બની જઈશ તો વિદ્યા પોતાની મેળે આવવાની જ છે.
વિદ્યા શીખવી મુશ્કેલ નથી, વિનય શીખવો મુશ્કેલ છે – એમ આ ગ્રંથનું હાર્દ છે.
ભક્તિ વિનયનો જ પર્યાય છે. ' - ૨૫૦ જેટલા સાધ્વીઓ તમે સાથે છો તો ક્યારેક પફિખ જેવા દિવસે બધા સાથે પ્રતિક્રમણ કરો તો કેવું સુંદર લાગે ?
વિનય જેવો કોઈ વશીકરણ મંત્ર નથી. વિનયથી તમે આખું વિશ્વ વશ કરી શકો.
. વિનયમાં ધ્યાન અને સમાધિના બીજ પડેલા છે. મોટાઓનો
કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૩૦