Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
રાધનપુર
ફા.સુદ-૭ ૧૨-૩-૨000, રવિવાર
* જીવન વિનય-પ્રધાન હોવું ઘટે. વિનય વિના વિદ્યા, વિવેક, વિરતિ વગેરે કાંઈ પ્રાપ્ત ન થાય.
ધર્મમાં જ નહિ, બીજા ક્ષેત્રોમાં પણ વિનય જોઇએ. વ્યવહારમાં પણ શિસ્તથી જ સફળતા મળે. ન માને તેવા નોકરને કોઇ શેઠ રાખે? અવિનીત, ઉદ્ધત અને હુકમનો અનાદર કરનાર સૈનિક ચાલે ?
અવિનીતને વિદ્યા કદાચ મળે ખરી, પણ ફળે નહિ. અવિનીતમાં રહેલા બધા ગુણો, દોષો જ ગણાય ને વિનીતના દોષો પણ ગુણરૂપ ગણાય.
શાન્તિ-સમાધિ અને સિદ્ધિ સુધી પહોંચવું હોય તો વિનય શીખો. ગુરુ નહિ, શિષ્ય બનો. શિષ્ય બનવું જ કઠણ છે. એવું આ ગ્રંથમાં ભારપૂર્વક જણાવાયું છે.
ગૌતમસ્વામીને ૫૦ હજાર શિષ્યો આ કારણે જ મળ્યા હતા. તેઓ પરમ વિનયી હતી.
અવિનીતની વિદ્યા કદી ગુણકારી ન જ બને. ગુરુનો પરાભવ નહિ, પણ પરાભવના વિચારથી પણ એને વિદ્યા ફળે નહિ. માટે જ દુર્વિનીતને વિદ્યા આપવાની અહીં ના પાડી છે. પૂ. હરિભદ્રસૂરિજીએ યોગગ્રંથોમાં લખ્યું છે :
કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે ૩૫