Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આ તે કેવો સ્વભાવ ? મારા કારણે મારા પિતા મહારાજ કેવા હેરાન થાય છે ?
ભગવન્! મેં ખૂબ જ આશાતના કરી. છ મહિના માટે હવે ચાન્સ આપો.' એમ બાલમુનિએ પિતા મુનિને કહેતાં છેલ્લા એક ગચ્છમાં રહ્યા.
પછી તેનામાં વિનય આવ્યો, પ્રકૃતિ બદલાઈ. સ્વ-ગચ્છમાં દાખલ કરવામાં આવ્યો.
To Live (જીવન) થી Love (પ્રેમ) સુધી જીવન શા માટે ? જીવવા માટે. જીવવું શા માટે ? કંઈક કરવા માટે. કંઈક કરવું શા માટે ? સત્કર્મ કરવા માટે. સત્કર્મ શા માટે ? જીવો સાથે પ્રેમ કરવા માટે. જીવોનો પ્રેમ શા માટે ? ભગવાન સાથે પ્રેમ કરવા માટે. Live (શિવ) અને Love (લવ)માં ફરક કેટલો? 1 અને ૦ નો જ માત્ર ફરક. I એ અહંનું, સ્વાર્થનું પ્રતીક છે. 0 એ શૂન્યનું – અહં રહિતતાનું પ્રતીક છે.
તો વિશ્વનું વાસ્તવિક સત્ય આ જ છે કે આઈ(અહં)ને 0 - ઓ (શૂન્ય)માં પરિવર્તિત કરી દો. સ્વાર્થી મટીને પ્રભુપ્રેમી બનો.
૩૪ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ