Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અયોગ્યને સૂત્રાદિ નહિ આપતા. યોગિકુળમાં જન્મેલા જ આના અધિકારી છે. અતિસારના રોગીને દૂધપાક ન અપાય.
* અહીં વિદ્યા કઈ લેવી ? અવિદ્યાને દૂર કરે તે.
અનિત્ય, અપવિત્ર, જડ એવા શરીરને નિત્ય, પવિત્ર, ચેતનરૂપ માનવું તે અવિદ્યા છે.
* આત્મગુણોનો નાશ એટલે આત્માનો નાશ.
દેહમાં ગાઢ અભેદબુદ્ધિના કારણે આપણને આત્મા કે આત્માના ગુણો કદી યાદ આવતા જ નથી.
* પોતાનું નામ આગળ કરતો, ગુરુને પાછળ રાખી દેતો અવિનીત ઋષિઘાતકના લોકમાં [દુર્ગતિમાં] જાય, એમ અહીં જણાવ્યું છે.
ગુરુ એટલે આચાર્ય જ નહિ, દીક્ષા શિક્ષા વગેરે આપનારા પણ ગુરુ છે.
ગુરુ વિના મને દીક્ષા કોણ આપત ? એની સામે મારાથી શી રીતે બોલાય ? આવા વિચારો સતત સામે રહે તો યોગ્ય શિષ્ય ગુરુની સામે પડી જ ન શકે.
આત્માનો ઉદ્ધાર કરવા માંગતા હો [ખરેખર તો એ માટે જ સંયમ જીવન સ્વીકાર્યું છે ને ?] તો કદી ગુરુની અવહેલના નહિ કરતા.
ગોશાળાએ ભગવાન પર તેજોલેશ્યા છોડી તેના કારણે કેટલાય ભવો સુધી તે તેજલેશ્યા આદિથી મરશે.
ઘણા કહે છે : મારું મન ભણવામાં લાગતું નથી. પણ ક્યાંથી લાગે ? ગુરુના આશીર્વાદ વિના ચિત્ત સંક્લિષ્ટ જ રહેવાનું !
ઘણા તો એવા અવિનીત અને ઉદ્ધત હોય કે ગુરુના દોષો મારી પાસે પણ પ્રકાશે. આવા તો ઘેર જઈ શ્રાવકપણે પાળે તેમાં તેમનું કલ્યાણ છે.
* વિદ્યા પણ ભાગ્યશાળીને પામીને જ બળવાન બને. વિનયી જ ભાગ્યશાળી ગણાય. અહીં તો વિનય એ જ મોટું ધન ! એ જેની
૩૬ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ