________________
અંતરાલમાં જીવના પ્રદેશ રહેલા છે. આવું “ભગવતી સૂત્રમાં કહેલું છે. તે જીવ-પ્રદેશ સૂક્ષ્મ હોવાના કારણે ઇન્દ્રિયગ્રાહ્ય હોતા નથી તથા શસ્ત્રાદિથી અચ્છેદ્ય હોય છે.
શંકા ઃ જેમ ઘટના છિન્ન થયેલા ઘટના ટુકડા ઘટેક દેશ હોવાથી નોઘટ છે, તેવી રીતે ગરોળીની કપાયેલી પૂંછડી તેનાથી પૃથક થવાથી નો જીવ કેમ નથી ?
સમાધાન ઃ ઘટાદિ મૂર્તિ હોવાથી તેનું ખંડ - નાશ થઈ શકે છે, પરંતુ જીવ અમૂર્તઅકૃત હોવાથી તેનો ખંડ - નાશ હોતો નથી. જેનો ખંડ - નાશ થાય છે તેનો સર્વનાશ પણ થાય છે. જૈન સિદ્ધાંતમાં જીવન સર્વનાશ અભિપ્રેત નથી. જો જીવનો સર્વનાશ માનવામાં આવે તો દીક્ષા કૈવલ્ય, મોક્ષ અભાવ, સંસાર શૂન્યતા, શુભાશુભ કર્મનાશ ઇત્યાદિ દોષ પ્રાપ્ત થશે. ગરોળીની પૂંછડીનું જે ખંડન જોવામાં આવે છે તે ઔદારિક શરીરનું છે, આત્માનું નહિ. જો જીવને સંઘાત-ભેદવાળો માનવામાં આવે તો તેનો કોઈ ખંડ તેનાથી અલગ થઈને કોઈ બીજા આત્માના ખંડની સાથે મળી જશે તો તેના શુભાશુભ કર્મ મિશ્રિત થઈ જવાથી કોઈના કૃતકર્મનું ફળ કોઈ અન્યને પ્રાપ્ત થવાનો પ્રસંગ આવશે.
જો જીવને દેશના નોજીવ માનીશું તો પ્રતિ પ્રદેશમાં નોજીવત્વની પ્રાપ્તિ થવાથી એક આત્મામાં અસંખ્ય નો જીવ પ્રાપ્ત થશે, ક્યાંય જીવ સંભવ રહેશે નહિ. આ પ્રકારે અજીવનો પણ પ્રતિ પ્રદેશ નો-અજીવ થવાથી સર્વત્ર નો-અજીવ રહેશે. આવી સ્થિતિમાં નોજીવ અને નો-અજીવ આ બંને જ રાશિઓ રહેશે. ત્રણનો કલ્પિત પ્રસંગ કેવી રીતે સિદ્ધ થશે? ગરોળીના શરીરમાં હલનચલન વગેરે જીવના લક્ષણ જોવાય છે, તેથી જેમ તે જીવ છે, તેવી રીતે તેની કપાયેલી પૂંછડીમાં પણ ફૂરણ જોવાય છે, તો તેને જીવ કેમ ન માનવામાં આવે ? જો આ જ આગ્રહ છે કે તેને નોજીવ કહેવાય, તો ઘટ પ્રદેશમાં પણ નો-અજીવ કહેવું જોઈએ. આ રીતે જીવ, અજીવ અને નોજીવ અને નો-અજીવ એમ ચાર રાશિઓ માનવી પડશે.
અનુયોગદ્વાર સૂત્ર'નું નામ લઈને જો આમ કહેવામાં આવે કે સમભિરૂઢ નય નો-જીવને પૃથક માને છે તે પણ ઠીક નથી. કારણ જીવથી ભિન્ન જીવપ્રદેશને સમભિરૂઢ નય માનતા નથી, પરંતુ જીવથી અભિન્ન જીવપ્રદેશનો જ નોજીવ શબ્દથી વ્યવહાર કરે છે. સમભિરૂઢ નય દેશ (જીવનો પ્રદેશ) એ દેશી (જીવ)ને કર્મધારય સમાસ માને છે. આ સમાસ વિશેષણ અને વિશેષ્યના અભેદ થવાથી જ થાય છે. જેમ કે નીલ કમલ. આનાથી સિદ્ધ થાય છે કે નોજીવ રાશિ જીવ રાશિથી અભિન્ન છે, તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી. કદાચિત્ એમ માનવામાં આવે કે સમભિરૂઢ નય નો-જીવને ભિન્ન માને છે, તો પણ પ્રમાણ માનવામાં આવતું નથી. કારણ કે આમાં એક નયને જ અવલંબન કરવામાં આવે છે. સર્વ નયોનું અવલંબન લેવાથી જ પ્રામાણ્ય આવે છે, એકાંતવાદમાં નહિ. તેથી બંને જ રાશિઓ માનવામાં જૈન સિદ્ધાંત સંમત છે.
કુત્રિકાપણ પર જઈને રોહગુપ્ત પ્રત્યેક પદાર્થના સંબંધમાં ચાર પ્રકારના પ્રશ્ન કર્યા હતા. જેમ કે પૃથ્વી, અપૃથ્વી, નોપૃથ્વી, નોઅપૃથ્વી. આ રીતે જીવના વિષયમાં પણ તેણે ચાર પ્રશ્ન કર્યા. “જીવ લાઓ, અજીવ લાઓ નાજીવ લાઓ, નોઅજીવ લાઓ.” પ્રથમ પ્રશ્નના ઉત્તરમાં કુત્રિકાપણના દોષ શુકસારિકા લાવ્યા. અજીવ માંગવાથી પથ્થરના ટુકડા (૫૪૮ છે અ ને
જે તે જિણધમો)